ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ચાંદીપુરા વાઇરસથી 44 બાળકોના મોત થયા છે.. સાબરકાંઠાના હિંમતનગરથી શરૂ થયેલા ચાંદીપુરા વાઇરસનો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત સુધી પગપેસારો થયો અને અત્યારસુધીમાં તેનાં રાજ્યભરમાં 124 કેસો સામે આવ્યાં છે. આ વાયરસનો સૌથી વધારે ફેલાવો હાલ પંચમહાલમાં છે જયા 15 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે. આરોગ્યની ટીમ દ્વારા પોઝીટીવ અને શંકાસ્પદ મળેલ દર્દીના ઘર અને આસપાસનાં વિસ્તારમાં કુલ 41,211 ઘરોમાં સર્વિલન્સની કામગીરી કરવામાં આવી છે.
તેમજ છેલ્લા 24 કલાકમાં 6 નવા કેસ પણ નોંધાયા છે. જેથી હાલ લોકોમાં ભયનો માહોલ જોવા ફેલાયો છે ચાંદીપુરાના અરવલ્લીમાં-છ, મહીસાગર-બે, ખેડા-બે, મહેસાણા-સાત, રાજકોટ-પાચ, સુરેન્દ્રનગર-ચાર, અમદાવાદ કોર્પોરેશન-12, ગાંધીનગર-છ, સાબરકાંઠા-12, જામનગર-છ, મોરબી-પાંચ, ગાંધીનગર કોર્પોરેશન-ત્રણ, છોટાઉદેપુર અને દાહોદ-બે, વડોદરા-છ, નર્મદા-બે, બનાસકાંઠા-પાંચ, વડોદરા કોર્પોરેશન-બે, ભાવનગર-એક દેવભૂમિ દ્વારકા-એક, રાજકોટ કોર્પોરેશન-ચાર, કચ્છ-ત્રણ, સુરત કોર્પોરેશન-બે, ભરૂચ-03, અમદાવાદ-એક તેમજ જામનગર કોર્પોરેશન-એક શંકાસ્પદ કેસો મળી આવ્યા છે.