Accident: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં એક જોરદાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે. મૃતકોમાં પાંચ બાળકોનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માત દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગના ડાકસુમ વિસ્તાર પાસે થયો હતો. જ્યાં વાહન પલટી જતાં વાહનમાં સવાર તમામ આઠ લોકોના મોત થયા હતા.
પોલીસે જણાવ્યું કે રજીસ્ટ્રેશન નંબર JK03H9017 ધરાવતું સુમો વાહન જમ્મુ ક્ષેત્રના કિશ્તવાડથી આવી રહ્યું હતું. તેણે કાબૂ ગુમાવ્યો અને ડેક્સમ નજીક રોડ પર પટકાયો. આ અકસ્માતમાં 5 બાળકો, બે મહિલા અને એક પુરુષ પોલીસ સહિત 8 લોકોના મોત થયા હતા.