ગત રાત્રે રાજુભાઈ કરપડા ની આગેવાની માં વઢવાણ તાલુકાના ખોડુ ગામે 10 થી વધારે ગામના ખેડૂત આગેવાનો સાથે મીટીંગ યોજાય જેમાં સંગઠન મજબૂત બનાવી સિંચાઈના પાણી મુદ્દે રણનીતિ તૈયાર કરવામાં આવી સાથે જ મુળી અને થાનગઢ તાલુકાના ખેડૂતો સિંચાઈના પાણી મુદ્દે લડી રહ્યા છે તેને જાહેર સમર્થન આપ્યું ઉપરાંત જ્યારે પણ હાંકલ થશે ત્યારે વઢવાણના ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો જિલ્લા મથકે ઉમટી પડશે એવો નિર્ણય લેવાયો