AHMEDABAD RAIN: ગુજરાતમાં હાલ એક સાથે બે સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતના દરેક તાલુકામાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે તેમજ હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આજે વહેલી સવારથી જ ગુજરાતના મહાનગર એવા અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે
અમદાવાદ શહેરમાં મેઘરાજાએ ફરી એક વખત પધરામણી કરી છે વહેલી સવારથી જ શહેરના બોપલ, એસ.જી હાઈવે, થલતેજ, જુહાપુરા, સરખેજ, પાલડી, ગોતા, વેજલપુર, ઈસનપુર, મણિનગર, વટવા, શેલા, ઘુમા, બોડકદેવ, સિંધુભવન, પ્રહલાદ નગર, જોધપુર, વાસણા, બાપુનગર, નરોડા અને શાહીબાગ સહિતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે તેમજ અમદાવાદમાં અત્યારસુધીમાં 12.40 ઈંચ સાથે સરેરાશ 38.60 ટકા વરસાદ વરસ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ શહેરમાં નોંધાયેલો આ સૌથી ઓછો વરસાદ છે