Gujarat Weather Update: ગઇકાલે રાજ્યમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. હવામાન વિભાગે આગામી 7 દિવસ સમગ્ર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે આગામી 7 દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ પણ ઝડપી રહેવાની સંભાવનાને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.
રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગે રાજયના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે
અમદાવાદમાં ભારે વરસાનું એલર્ટ
અમદાવાદમાં સોમવારની સવારથી જ મેઘાડંબાર છવાયેલો હતો.સવારના 6થી રાત્રિના 9 કલાક સુધીમાં જોધપુર વિસ્તારમાં અઢી ઈંચ વરસાદ ખાબકતા જોધપુર વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીઓમાં વરસાદના પાણી ફરી વળ્યા હતા. આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદમાં ભારે વરસાનું એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલે 31 જુલાઈના રોજ પણ અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 3 ઓગસ્ટ સુધી અમદાવાદમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.