Gujarat Rain: ગઈકાલે મોડી રાતથી ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બીજીતરફ હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે સમગ્ર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મહેસાણામાં (Heavy rains) 7.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે આજે અમદાવાદ(Amedabad) અને ગાંધીનગર(Gandhinagar)માં વરસાદને લઈને જાહેર કરાયું છે.
પ્રાંતિજ, વિસનગરમાં 6.5 ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે હાંસોટમાં 6 ઇંચ, વિજાપુર, લુણાવાડામાં 5.5 ઇંચ અને વડગામ, જોટાણા, ખંભાત, તલોદમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. હિંમતનગર, માણસામાં 4.5 ઇંચ જ્યારે મોડાસા, કપરાડા, વડોદરામાં સવા 4 ઇંચ વરસાદ વરસ્યો છે. તેમજ હજુ પણ રાજયના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરાઈ છે.
પાટણમાં જળબંબાકાર
પાટણ(Patan)ના નિચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતી જોવા મળી હતી .શહેરના રેલવે ગરનાળા, બી.એમ. હાઈસ્કૂલ રોડ, પારેવા સર્કલ, પદ્મનાથ રોડ, સહિત વિસ્તારના માર્ગો પર પાણી ભરાયા હતા. તેમજ મૂશળધાર વરસાદ વરસતાં ખેડૂતો ના ચહેરા પણ હરખાતા જોવા મળ્યા હતાં.