અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષ 2 લાખ 7 હજાર હેકટરમાં મગફળીનું વાવેતર થયું છે પરંતુ એક તરફ અમરેલી જિલ્લામાં ખેડૂતોને સોળઆની વર્ષ થવાની આશાઓ પર પાણી ફરી વળે તેવા સમીકરણો સાકાર થતા જોવા મળી રહ્યા છે અમરેલી જિલ્લાના અમુક ગામડાઓમાં મગફળીમાં ઇયળો આવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હોય તેવા દિવસો આવતા અમુક ખેડૂતોએ પરસેવાની કમાણી ઇયળોમાં સમાણી હોય તેવો જગતના તાતનો ઘાટ ઘડાયો છે
ખેડૂતને જગતનો તાત કહેવાય છે પણ હંમેશા ખેડૂતોને છેલ્લી ઘડીએ જ રોવાના વારા આવતા હોય તેમ અમરેલી જિલ્લાના 11 તાલુકા મથકો પર મગફળીનું 2 લાખ 7 હજાર હેક્ટરમાં વાવેતર થયું છે પાક સોળે કળાએ ખીલી ઉઠ્યો છે ત્યારે મગફળીમાં ઈયળો આવી જતાં મગફળીના છોડ સાવ પીળા પડી જાય છે અને ઇયળો જીવાત મગફળીના ઉભા પાકનો સોથ બોલાવી દે છે ત્યારે ગ્રામીણ પંથકમાં ખેડૂતોએ મગફળીના પાકને ઇયળોએ મુશ્કેલી વધારી છે અને ચોમાસામાં બે પૈસા કમાવવાની આશાઓ પર ઇયળો એ પાણી ફેરવી રહી હોવાની પ્રતીતિ ખેડૂતો કરી રહ્યા છે
ખાંભા ગીર પંથક સાથે સાવરકુંડલા અને ધારીમાં ખેડૂતોની મગફળીમાં ઇયળોએ આવતા ખેડૂતોના મગફળીના ઉભા પાક બળવા લાગ્યો છે અને ઉભો છોડ સુકાવા લાગ્યો છે એક તો મોંઘું બિયારણ અને ખાતર ને ઉપરથી મોંઘીડાટ રાસાયણિક દવાઓ નાખવા છતાં મગફળીમાં ઇયળો જતી નથી મગફળીના છોડને તહસનહસ કરતા ઇયળોથી પરેશાન ખેડૂતો દવાનો છટકાવ કરવા છતાં ઇયળો જતી નથી અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ચોમાસાની સારી એવી સીઝન છે અને વરસાદ પણ સારા પડ્યા છે પરંતુ મગફળીમાં ઇયરો હાહાકાર મચાવ્યો છે ને મગફળીનાં છોડને બાળી રહ્યો છે ઇયરો આવતા મગફળીનો છોડ સુકાવા લાગે છે અને છોડ વિકાસ ન થતા ખેડૂતો પોતાની મગફળી પાક સુકાઈ રહ્યો છે અને મોંઘી દાટ દવાઓનો છટકાવ કરવા છતાં પણ મગફળીમાંથી ઇયળો જતી નથી ત્યારે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ થાય તેવું કૃષિ નિષ્ણાત કહી રહ્યા છે
મગફળીના બિયારણ, નીંદામણ દવા સહિતના ખેડૂતોએ ખર્ચેલા રૂપિયા ખેડૂતોના પાણીમાં ગયા હોય તેવી અમુક તાલુકા મથકો પર મગફળીમાં ઇયળોએ બેહાલ કર્યા છે ત્યારે મગફળીનું વાવેતર કરી બેઠેલા ખેડૂતોને મગફળીમાં ઇયળો આવતા રાતા પાણીએ રોવાનો વારો આવે તેવા સમીકરણો અમરેલી જિલ્લામાં જોવા મળી રહ્યાં છે