મોદી સરકારના સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટની મેટ્રોની કામગરી હાલ રાજ્યમાં જોરશોરથી ચાલી રહી છે . તેના ભાગરૂપે 2012થી સુરત શહેરમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે તેમજ 2027 સુધી મેટ્રોનું ઉદઘાટન થવાનું છે. સુરતના સારોલી-કડોદરા રસ્તા પરના મેટ્રો બ્રિજના સ્પાનના બે ભાગ થઈ ગયા છે જેના લીધે સારોલીથી કડોદરા તરફ જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે
સુરત મેટ્રોનું વર્ષ 2027માં ઉદ્ઘાટન થવાનું છે ત્યારે એ પહેલા બ્રિજમાં મોટી ખામી સામે આવી છે..સુરત શહેરના સારોલી-કડોદરા માર્ગ મેટ્રોનો સ્પાન એક તરફ નમી ગયો છે, જેના લીધે સ્પાનમાં ગાબડાં સળિયા દેખાવવા લાગ્યા છે. જેથી ના કરે નારાયણ કોઇ મોટી દુર્ઘટના સર્જાઇ એવો ભય સુરતવાસીઓમાં જોવા મળી રહ્યો છે,,જોકે તંત્રએ આ બાબતને ગંભીરતાથી લેતાં આ પૂરતો સારોલીથી કડોદરા તરફનો રસ્તો બંધ કરી દીધો છે. સ્પાનમાં ગાબડાં દેખાતા જ તંત્રમાં હલચલ મચી ગઇ છે અને દોડતું થઇ ગયું છે. તંત્રના અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.
સુરત શહેરમાં મેટ્રોની કામગીરીને લઇને ભૂતકાળમાં પણ સવાલો ઉભા થયા છે, ત્યારે આ વખતે મેટ્રોની કામગીરીમાં આ પ્રકારની ટેક્નિકલ મોટી દરકારી સામે આવી છે. મેટ્રોનો સ્પાન એક તરફ નમી જતાં ઘરાશાયી થવાની સંભાવના છે. સ્પાનમાં ગાબડાં પડતાં સળિયા દેખાવવા લાગ્યા છે.