Rajkot TRP game zone Fire: રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. કેવું ગજબ નું તંત્ર કેવાય કોઈ જાતના પાક્કા પરવાના વગર મોટા મોટા લાંચિયા અધિકારીઓની રહેમ નજરથી એક આખે આખું ઇન્લીગલ ગેમજોન ઉભું થઇ જાય છે. સરકારી બાબુ ઓ ત્યાં પાછા જનમ દિવસ મનાવવા જાય છે. ગેમ જોનના ઓપનીંગ વખતે સરસ મજાના કપડા પેહરીને ફોટો પડાવા ઉભા રહી જાય છે..અધિકારીઓ ના ખીચા તો ગરમ થઇ ગયા પણ પછી એકદિવસ ગેમ જોન પણ ગરમ થઇ ગયું અને પછી લાગી ભીષણ આગ અને એ આગમાં 11 બાળકો સહિત કુલ 27 લોકો જીવતા ભળથું થઈ ગયા..
રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં મોટા સમાચાર સામે આવ્યા છે. જાણકારી મુજબ આ કેસમાં બે IAS ને ક્લીનચીટઆપવામા આવી છે. હાઈકોર્ટે બનાવેલી સત્ય શોધક સમિતિએ પૂર્વ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ અને અમિત અરોરાને ક્લીનચીટ આપી દીધી છે. મહત્વનું છે કે, વર્ષોથી ગેરકાયદેસર બાંધકામ તોડવાની સત્તા ટીપી શાખા પાસે હોવાથી બંને IAS નો રોલ ન હોવાથી ક્લીનચીટ મળી છે.
25 મેના રોજ ટીઆરપી ગેમઝોનમાં આગ લાગતા 11 બાળકો સહિત કુલ 27 લોકો જીવતા ભળથું થઈ ગયા હતા. આ મામલે હાઈકોર્ટની ટકોર બાદ સરકાર દ્વારા આઈએએસની એક વધારાની સમિતિ રચવામાં આવી હતી.ત્રણ સભ્યોની સત્ય શોધક સમિતિમાં મનીષા ચંદ્રા, પી સ્વરૂપ અને રાજકુમાર બેનીવાલનો સમાવેશ કરવામા આવ્યો હતો . આ સમિતિ દ્વારા પણ શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારને રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો હતો . આ રિપોર્ટ સુપરત કરતા પહેલા કમિટી દ્વારા રાજકોટ શહેરના બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા તથા આનંદ પટેલની પૂછપરછ કરાઈ હતી. બન્ને અધિકારીની પૂછપરછ બાદ હવે સરકારને રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. ત્યારે આ સત્ય શોધક સમિતિએ આઈએએસ ઓફિસરને ક્લીનચીટ આપી છે.
બર્થ-ડે પાર્ટી ઉજવવા ગયેલા ગેમઝોનમાં ગયેલા અધિકારીઓની તસવીરો વાયરલ થઈ હતી જે બાદ આ અધિકારીઓની પણ તપાસ હાથ ધરવામા આવી હતી ત્યારે IAS અધિકારીઓની સાથે અન્ય ગેમઝોનમાં બર્થ-ડે પાર્ટી ઉજવવા ગયેલા 4 અધિકારીઓને પણ ક્લીનચીટ આપવામા આવી છે.રાજકોટ ગેમિંગ ઝોન આગ્નિકાંડની ઘટના બાદ સરકારે તપાસ માટે SITની રચના કરી હતી. જે બાદ SITએ સો પાનાના અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો હતો. આ રીપોર્ટમાં એસઆઈટીએ આ ઘટના માટે ગેમિંગ ઝોનના સંચાલકો તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મહેસૂલ વિભાગના અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા હતા. ત્યારે આ કેસમાં હવે આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌકોઈની નજર છે.