કચ્છ(Kutch)માં જીગ્નેશ મેવાણી(Jignesh Mewani) પ્રેસ કોન્ફરન્સ દરમિયાન થયેલો કિસ્સો હાલ ગુજરાતમાં ચર્ચામાં ચાલી રહ્યું છે ત્યારે વધુ એક મહિલાએ જીગ્નેશ મેવાણી સામે આક્ષેપો સાથે જિલ્લા પોલીસ વડા અને વડગામ પોલીસ મથક એ લેખિતમાં રજૂઆત કરી છે…મહિલાના આક્ષેપો મુજબ વડગામના સકલાણા ગામમાં મનરેગા મેટનું કામ કરે છે. ત્યારે અવારનવાર જીગ્નેશ મેવાણીના માણસો તેમની મનરેગાની સાઈટ ઉપર આવી હેરાન કરતા હોવાના કરતા હોવાના આક્ષેપો કર્યા છે.
તમને જણાવી દઇએ કે મહિલાએ વડગામ ધારાસભ્યના પી.એ સતીશ વણસોલા અને શૈલેષ સોલંકી દ્વારા મનરેગા સાઈડ ઉપર આવીને માનસિક રીતે પરેશાન કરતા હોવાના આક્ષેપો સાથે રજુઆત કરી છે. લેખિતમાં રજૂઆત કરનારા મહિલા અરુણાબેન પરમાર અગાઉ કોંગ્રેસમાં વડગામ એસી મોરચાના મહિલા પ્રમુખ રહી ચૂક્યા છે. મહિલાએ જણાવ્યું કે, કે કોંગ્રેસ પક્ષ છોડી દેતા વિધાનસભાની ચૂંટણી બાદ જીગ્નેશ મેવાણીના કહેવાથી તેમના માણસો દ્વારા હેરાન કરાતી હોવાના આક્ષેપ કરાયા છે. આ મહિલાએ જીગ્નેશ મેવાણી સામે ગંભીર આક્ષેપો સાથે ધારાસભ્યના માણસો સામે વડગામ પોલીસમથક અને જિલ્લા એસપીને લેખિત અરજી આપી કાર્યવાહી કરવાની કરી માંગ કરી છે. આ મહિલાએ એક વીડિયો પણ મીડિયા સમક્ષ રજુ કર્યો છે. જેમાં બે માણસો દેખાઈ રહ્યા છે. જેમાંથી એક વ્યક્તિ કહે છે કે, અમે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના ત્યાથી આવ્યા છીએ તેવું કહેતો જણાઈ રહ્યો છે. જોકે મહિલાની રજુઆત બાદ આગામી દિવસોમાં આ મામલે પોલીસ તપાસમાં શું તથ્ય સામે આવે છે.
આ પહેલા પણ જિગ્રેશ મેવાણી (Jignesh Mewani) દ્વારા યોજવામાં આવેલા એક કાર્યક્રમણાં વિવાદ સામે આવ્યો હતો. તેમાં કચ્છના કોંગ્રેસ પ્રમુખે મહિલા સાથે ગેરવર્તણુ કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી મહિલા અધિકારીએ કચ્છ કોંગ્રેસ પ્રમુખ સામે એટ્રોસીટીની ફરિયાદ નોંધાવી છે. જેથી મહત્વની વાત એ છે કે,એ ઘટના પણ જિગ્નેશ મેવાણીના કાર્યક્રમમાં બની હતી અને અત્યારે એક મહિલાએ ફરિયાદ કરતા ફરી જિગ્નેશ મેવાણી વિવાદમાં સપડાયા છે.
રાજ્યમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (Jignesh Mewani)સામે આવતા કિસ્સાઓ ઘણા સવાલો ઉભા કરે છે તેમજ વિપક્ષના આક્ષેપ છે કે 9 ઓગસ્ટના રોજ શરૂ થનારી ન્યાય યાત્રામાં જીગ્નેશ મેવાણી ના જોડાય તે માટે અને કોંગ્રેસની ન્યાય યાત્રા ના થાય તે માટે સરકાર દ્વારા આવી પ્રવૃત્તિઓ કરવા આવી રહી છે