રાજ્યમાં બે IAS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં ઈન્ડસ્ટ્રીઝ એન્ડ માઈન્સ વિભાગનાં સચિવ હારિત શુક્લાનું અગ્ર સચિવ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. દિલ્લી કેન્દ્રીય ચૂંટણી પંચમાં ડેપ્યુટી ઈલેકશન કમિશ્નર અજય ભાદૂને અગ્ર સચિવ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. સામાન્ય વહીવટ વિભાગે નોટીફીકેશન જાહેર કર્યું છે. વર્ષ 2011 નાં 10 IAS અધિકારીઓને સિલેક્શન ગ્રેડ અપાયો છે.