3 children died: અમદાવાદ (Ahmedabad)મા છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી માહોલ વચ્ચે ક્યાક ધીમે તો ક્યાક ઝરમર વરસાદ વરસી રહ્યો છે. તેમજ અમદાવાદમાં હાલ ધડાધડ વિકાસના કામો થઇ રહ્યા છે. ત્યારે તાજેતરમાં જ અમદાવાદના દાણીલીમડા(Danilimda) વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવને રિડેવલોપમેન્ટ(Redevelopment) કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના પગલે ચંડોળા તળાવમાં ખાડા ખોદવામાં આવ્યા છે. વરસાદના લીધે ખાડામાં ભરાયેલા પાણીમાં ત્રણ બાળકો પડી જતાં ત્રણેય બાળકોના મોત નિપજ્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ(Ahmedabad) શહેરના પુર્વ વિસ્તારમાં આવેલા ઇસનપુરના(Isanpur) ચંડોળા તળાવની હાલમાં ડેવલપમેન્ટ વિકાસ કામગીરી ચાલી રહી છે. જ્યાં વરસાદનું પાણી ભરાયેલું હોવાથી તળાવ પાસે રહેતા શ્રમિક પરિવારના ત્રણ બાળકો નાહવા ગયા હતા. આ દરમિયાન પાણીમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત થયા હતા. ઘટનાની જાણ થતા આસપાસના લોકોએ પાણીમાંથી ત્રણેય બાળકોને બહાર કાઢી હોસ્પિટલ(Hospital) લઇ ગયા હતા.. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. હાલમાં મૃતકોની ડેડબેડીને પોસ્ટમોર્ટમ માટે એસવીપી હોસ્પિટલ(Hospital) લઇ જવામાં આવી છે.
પરિવારજનો તંત્રની બેદરકારી સામે આક્ષેપ કર્યા હતા પરિવારજનોએ જણાવ્યું હતું કે, ચંડોળા તળાવની અંદર ખાડા ખોદવાથી અમારાં બાળકો રમતાં રમતાં તેમાં પડી ગયાં હતાં. અમને તમે ન્યાય અપાવો. ત્યાં કોઈ ધ્યાન આપવાવાળું નથી. એક નહીં ત્રણ-ત્રણ છોકરાનો સવાલ છે. હજુ આગળ કેટલા છોકરા ખાડામાં પડે એ કોને ખબર. આ ઘટના ખાડા ખોદવાની લાપરવાહીથી બની છે.