Gujarat ATS: ગુજરાત(Gujarat)માં દિન પ્રતિદિન ડ્રગ્સ પકડાવાની ઘટનાઓ સામાન્ય બનતી જાય છે રાજ્યના દરેક મોટા શહેર માંથી મોટી માત્રામાં ડ્રગ્સ(Drugs) પકડાય છે. ત્યારે આવી જ કઇક ઘટના ભરૂચ(Baruch)માંથી સામે આવી છે. ભરૂચના દહેજ ની દવા બનાવતી કંપનીમાં ગુજરાત એટીએસ(ATS) અને SOGની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ કંપનીઓ દવા બનાવવાની માહિતી મળી હતી કંપનીમાંથી એનડીપીએસ એક્ટ હેઠળ પ્રતિબંધ રો મટીરીયલ નો મોટી માત્રામાં જથ્થો ઝડપાયો છે ગુજરાત એટીએસ દ્વારા રાજ્યની અનેક કંપનીઓમાં આ અંગેના દરોડા પાડવામાં આવી રહ્યા છે..
મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં ભરૂચ (Baruch)અને અંકલેશ્વર (Ankleshwar) સહિત અનેક જગ્યાઓએ દરોડા પાડીને આ અંગેની તપાસ ચાલી રહી છે જેમાં પ્રાથમિક માહિતી પ્રમાણે ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, કેટલીક કંપનીઓ દવાઓની આડમાં ડ્રગ્સ વેચતા હતા. ગુજરાત એટીએસને( Gujarat ATS) મળેલી માહિતી બાદ રાજ્યની કેટલીક કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં ટીમોની તપાસમાં મોટી માત્રામાં દવાની આડમાં ગેરકાયદેસર રો મટિરિયલ( Raw material )પણ મળ્યાની વાત હાલ સામે આવી રહી છે.