Kangana Ranaut: બીજેપી સાંસદ કંગના રનૌતે (Kangana Ranaut) સોમવારે કહ્યું હતું કે બાંગ્લાદેશની નેતા શેખ હસીના ભારતમાં સુરક્ષિત અનુભવે છે તે સન્માનની વાત છે. તેમણે એમ પણ કહ્યું કે મુસ્લિમ દેશો મુસ્લિમો માટે પણ સુરક્ષિત નથી. તેમણે ‘હિન્દુ રાષ્ટ્ર’ની વાત પર સવાલ ઉઠાવનારાઓની ટીકા કરી હતી.
કંગનાએ (Kangana Ranaut) ટ્વિટર પર શેખ હસીનાના બાંગ્લાદેશ(Bangladesh Violence) છોડવાના સમાચાર શેર કર્યા છે. જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું, “ભારત આપણી આસપાસના તમામ ઈસ્લામિક ગણરાજ્યની માતૃભૂમિ છે. અમને આનંદ અને ગર્વ છે કે બાંગ્લાદેશના વડા પ્રધાન(Shaikh Hasina) ભારતમાં સલામતી અનુભવે છે, પરંતુ જે લોકો ભારતમાં રહે છે અને પૂછતા રહે છે કે હિન્દુ રાષ્ટ્ર કેમ? રામ રાજ્ય શા માટે? વેલ તે સ્પષ્ટ છે શા માટે. મુસ્લિમ દેશોમાં કોઈ સુરક્ષિત નથી. ખુદ મુસ્લિમો પણ નહીં. અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને બ્રિટનમાં જે કંઈ થઈ રહ્યું છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણે રામ રાજ્યમાં રહીએ છીએ. જય શ્રી રામ!”