Gujarat Weather Update: ગુજરાતમાં(Gujarat) હાલ વરસાદ વિરામ લેવાનો હોય તેવું વાતાવરણ સર્જાઇ રહ્યુ છે.તેમજ આજે સવારથી રાજ્યમાં ઘણાં ઓછા વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે ત્યારે ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેવો માહોલ રહેશે તે અંગેની આગાહી હવામાન વિભાગે કરી છે
હવામાન વિભાગની (Weather Forecast Gujarat)માહિતી પ્રમાણે આગામી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન છે. તેમજ આવનારા બે દિવસ માટે ગુજરાતમાં ગાજવીજની ચેતવણી છે. માછીમારોને આગામી પાંચ દિવસ માટે ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગના (Weather Forecast Gujarat)જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં(Gujarat) જે ઓફશોર ટ્રફ છે તે થોડો એક્ટિવ થઇ જશે જેના કારણે ત્રીજા અને ચોથા દિવસે ભારે વરસાદની શક્યતા છે તેમજ 8મી ઓગસ્ટના દિવસે ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહીની સાથે યલો એલર્ટ આપવામાં આવી છે. આ સાથે 9મી ઓગસ્ટના દિવસે બનાસકાંઠા, નવસારી(Navsari), વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સાથે ગાજવીજની પણ ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે માહિતી આપતા કહ્યું કે અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. તો અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.