વિનેશ ફોગટ (Vinesh Phogat)ઓલિમ્પિકની ફાઇનલમાં(Paris Olympics 2024) પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બની છે. મંગળવારે, તેણે પેરિસ ઓલિમ્પિકમાં 50 કિલોગ્રામ મહિલા કુસ્તી વર્ગમાં ક્યુબાની યુસ્નેલિસ ગુઝમેન લોપેઝને હરાવીને ગોલ્ડ મેડલ જીતવાની દિશામાં એક પગલું ભર્યું. આ સાથે જ ભારત માટે વધુ એક મેડલ નિશ્ચિત થયો છે.
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ (Rahul Gandhi)વિનેશ ફોગટને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. આ દરમિયાન તેમણે ભાજપ સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું, ‘વિશ્વના ત્રણ મહાન કુસ્તીબાજોને એક જ દિવસમાં હરાવ્યા બાદ આજે વિનેશની સાથે આખો દેશ ભાવુક છે.’ રાહુલ ગાંધીએ આગળ લખ્યું, ‘જેમણે વિનેશ અને તેના સાથીદારોના સંઘર્ષને નકારી કાઢ્યા, તેમના ઇરાદા અને તેમની ક્ષમતા પર પણ સવાલ ઉઠાવ્યા, તે બધાને જવાબ મળી ગયો છે. આજે ભારતની બહાદુર દીકરીની સામે તેને લોહીના આંસુએ રડાવનાર સમગ્ર સત્તાતંત્ર તૂટી પડ્યું હતું.
કોંગ્રેસ સાંસદે લખ્યું, ‘આ ચેમ્પિયનની ઓળખ છે, તેઓ મેદાનમાંથી જ જવાબ આપે છે. વિનેશને શુભેચ્છાઓ. પેરિસમાં તમારી સફળતાનો પડઘો દિલ્હી સુધી સ્પષ્ટ સંભળાશે.
ભારતીય રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ વડા બ્રિજ ભૂષણ શરણ સિંહ દ્વારા મહિલા કુસ્તીબાજોની કથિત જાતીય સતામણી સામે વિનેશ ફોગાટે ગયા વર્ષની શરૂઆતમાં દિલ્હીમાં લાંબા વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું. બજરંગ પુનિયા અને ભૂતપૂર્વ ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિક તેમની સાથે હતા.