ચાંદીપુરા વાયરસ એ આરએનએ વાયરસ છે, જે માદા ફ્લેબોટોમાઇન ફ્લાય દ્વારા ફેલાય છે. આ માટે એડીસ મચ્છર પણ જવાબદાર છે. તે સૌપ્રથમ વર્ષ 1966માં મહારાષ્ટ્રના ચાંદીપુરામાં મળી આવ્યું હતું. આ જગ્યાના નામથી જ તેની ઓળખ થઈ હતી. આ કારણે તેને ચાંદીપુરા વાયરસ નામ આપવામાં આવ્યું.
ચાંદીપુરા વાયરસ બાળકોને તેનો શિકાર બનાવે છે. 9 મહિનાથી 14 વર્ષની વચ્ચેના બાળકો સૌથી વધુ જોખમમાં છે. આ ચેપ ત્યારે ફેલાય છે જ્યારે વાયરસ કરડ્યા પછી માખી અથવા મચ્છરની લાળ દ્વારા લોહીમાં પહોંચે છે. જ્યારે પ્રથમ કેસની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે રેતીમાં ફરતી માખીને કારણે વાયરસ ફેલાય છે. 2003-04માં આ વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને આંધ્રપ્રદેશમાં જોવા મળ્યા હતા, જ્યારે તેનાથી 300 થી વધુ બાળકોના મોત થયા હતા.
ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી(Chandipura Virus)વધુ ત્રણ બાળકોએ જીવ ગુમાવ્યો છે. જેના પગલે ચાંદીપુરા વાયરસથી કુલ મૃત્યુઆંક 71 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 2 શંકાસ્પદ કેસ સામે આવ્યા હતા . ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, હાલ રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 159 શંકાસ્પદ કેસો નોંધાયા છે. આ રોગનો ફેલાવો હવે 28 જિલ્લા સુધી પહોંચ્યો છે.
રાજ્યમાં નોંધાયેલા કેસ પૈકી સાબરકાંઠા-16, અરવલ્લી-07, વડોદરા-09, નર્મદા-02, બનાસકાંઠા-07, વડોદરા કોર્પોરેશન-02, ભાવનગર-01 દેવભૂમિ દ્વારકા-02, રાજકોટ કોર્પોરેશન-04, કચ્છ-05, સુરત કોર્પોરેશન-02, ભરૂચ-04, અમદાવાદ-02, જામનગર કોર્પોરેશન-01, પોરબંદર- 01, પાટણ-01, ગીર સોમનાથ-01 તેમજ અમરેલી-01 મહીસાગર-04, ખેડા-07, મહેસાણા-10, રાજકોટ-07, સુરેન્દ્રનગર-05, અમદાવાદ કોર્પોરેશન-12, ગાંધીનગર- 08, પંચમહાલ-16, જામનગર-07, મોરબી-06, ગાંધીનગર કોર્પોરેશન-03, છોટાઉદેપુર-02, દાહોદ-04 શંકાસ્પદ કેસો મળેલ છે.
સેન્ડ ફ્લાય માખી ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં થાય છે.આ સેન્ડ ફ્લાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતાં ચાર ગણી નાની હોય છે.સેન્ડ ફ્લાય ગ્રામ્ય વિસ્તારના ખાસ કરીને માટીના ઘરમાં દિવાલની તિરાડોમાં રહે છે. સેન્ડ ફ્લાય દ્વારા ચાંદીપુરા ઉપરાંત કાલા આઝાર જેવા રોગ પણ ફેલાય છે. સામાન્ય રીતે 14 વર્ષ સુધીના બાળકો કે જેમની રોગપ્રતિકારકશક્તિ ઓછી હોય તેમને થવાનું જોખમ રહે છે.