Congress : ગુજરાતમાં અત્યારે સુરત તક્ષશિલા અગ્નિકાંડથી લઈને રાજકોટ અગ્નિકાંડ સુધીની ઘટનાઓ દરેક પક્ષ માટે રાજકીય મુદ્દાઓ રહ્યા છે. આ પ્રકારની દુર્ઘટનાઓમાં પણ રાજીયા રોટલા શેકવા કોઈ પાછળ રહેતું નથી. અત્યારે સંસદનું ચોમાસુ સત્ર ચાલે છે. આ સત્ર દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમુક મુદ્દાઓ સંસદમાં ઉઠાવવાની માંગ કરી હતી. પરંતુ સંસદમાં આ મુદ્દાઓ પર રાહુલ ગાંધીનો અવાજ દબાવી દેવામાં આવ્યો. ભાજપના શાસનમાં બનેલી આ ઘટનાઓમાં ન્યાયની માંગણી સાથે આ મુદ્દાઓ પહોંચાડવાના હતા. પરંતુ ભાજપે તે થવા દીધું નહિ. તેથી હવે આ મુદ્દાઓ પ્રેસ મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પહોંચાડી રહ્યા છે. જેને લઈને આજે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરી છે…
લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ નિયમો અને પ્રણાલિકા મુજબ લોકસભા અધ્યક્ષ પાસે આજે ગુજરાતમાં માનવસર્જિત દુર્ઘટનાના ભોગ બનેલા લોકો વિશે તાત્કાલિક જાહેર મહત્વનો મુદ્દો ઉઠાવવાની પરવાનગી માંગી હતી. કમનસીબે સંસદમાં ઝીરો અવર્સમાં અધ્યક્ષ તરફથી રાજ્યના વિષયના બહાના નીચે મંજૂરી નહીં મળતાં અધ્યક્ષને મુદ્દો સંસદમાં ઉઠાવવા માટે જે હકીકતો રાહુલ ગાંધી મારફત રજૂ કરવામાં આવી હતી, તે હકીકતો સોશિયલ મીડિયા તથા પ્રેસ / ઈલેક્ટ્રોનિક મીડિયા સમક્ષ રજૂ કરીને પીડિતોને ન્યાય માટે માંગણી કરવાની ફરજ પડી હોવાનું કોંગ્રેસ દ્વારા જણાવાયું છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, જુલાઈમાં મારી ગુજરાતની મુલાકાત દરમિયાન, રાજકોટમાં બનેલી ગેમિંગ ઝોનની દુર્ઘટના, વડોદરામાં બોટ ડૂબી જવાની ઘટના અને મોરબીમાં પુલ તૂટી પડવાના કારણે ભોગ બનેલા પરિવારોને મળ્યો હતો. મેં સંસદમાં તેમની ચિંતાઓ ઉઠાવવાનું કહ્યું હતું . બહુવિધ બનાવોતાજેતરના વર્ષોમાં ગુજરાતમાં માનવસર્જિત આફતોની વધતી જતી ઘટનાઓ અંગે ધ્યાન દોરું છું.
કેટલીક મુખ્ય દુર્ઘટનાઓ નીચે મુજબ છે –
- 25 મે, 2024 – TRP ગેમિંગ ઝોન, રાજકોટ (27 મૃત્યુ પામ્યા)
- 18 જાન્યુઆરી, 2024 – બોટિંગ દુર્ઘટના, વડોદરા (14 મૃત્યુ પામ્યા)
- ઑક્ટોબર 30, 2022 – મોરબી બ્રિજ ધરાશાયી, મોરબી (135 મૃત્યુ પામ્યા)
- 24 મે, 2019 – તક્ષશિલા આર્કેડમાં આગ, સુરત (22 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા)
અકલ્પનીય વેદનાસભર કરૂણ ઘટનાઓમાં ભયંકર માનવ હાનિની કિંમત ઓછી આંકી શકાતી નથી. - મારી મુલાકાત દરમિયાન, પરિવારોએ મૃતદેહોને ઓળખવાની ભયાનકતાનું વર્ણન કર્યું.
- માતા-પિતાએ તેમના બાળકો સાથે તેમના છેલ્લા દિવસો યાદ કર્યા અને તેમના દુર્ઘટના પછી બચી ગયેલા લોકો માટે ઈશ્વર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
- કેટલાક કિસ્સાઓમાં, પરિવારોએ તેમના એકમાત્ર કમાનાર વ્યક્તિગુમાવ્યા છે. પરિવારો સંપૂર્ણ આવક વગર અતિ મુશ્કેલીમાં આવેલ છે પરંતુ શાસન તરફથી કોઈ વ્યવસ્થા નથી થઈ.
શાસનની નિષ્ફળતાઓ - આવી ઘટનાઓ શાસનની નિષ્ફળતાના લક્ષણો છે.
- ગુજરાત સરકાર બેદરકારી, મિલીભગત અને ભ્રષ્ટાચાર સામે આંખ આડા કાન કરે છે જેના કારમે લોકોના જીવ જોખમમાં મુકાય છે આની નિઃશંકપણે નિંદા કરવી જોઈએ.
- ભ્રષ્ટાચારના ઊંડા મૂળિયા પ્રસારને દર્શાવે છે.
- ગેરકાયદે/અનધિકૃત પ્રવૃત્તિઓ કે જે લોકોના જીવન માટે ગંભીર ખતરો ઉભો કરે છે.
- ભાજપના નેતાઓ, સરકારી અધિકારીઓ વચ્ચેની સાંઠગાંઠ ખાનગી વ્યક્તિઓને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા છૂટ આપે છે અને જેથી આવી દુર્ઘટનાઓ બની રહી છે.
- આવી સાંઠગાંઠની તપાસ થવી જોઈએ અને તેનો પર્દાફાશ થવો જોઈએ. પડદા પાછળના ગુનેગારોને પકડવા જોઈએ અને સાંઠગાંઠ જાહેરમાં ખુલ્લી પાડવી જોઈએ તેવી સરકારને વિનંતી છે.
સરકારને અપીલ - ઉપરોક્ત સ્થિતિમાં હું સરકારને નિર્ણાયક પગલાં લેવા વિનંતી કરું છુંજેથી ભવિષ્યમાં આવા પ્રકારની દુર્ઘટનાઓ અટકાવી શકાય.
- આ ભ્રષ્ટાચારને નાથવા અને સુધારવા માટે પ્રણાલીગત સુધારાની જરૂર છે અને ખૂબ જ કડક પગલાં જરૂરી છે.
- નિષ્ઠાવાન અને પ્રામાણિક અધિકારીઓ દ્વારા વિશ્વસનીય તપાસ થવી જોઈએ.
જવાબદારી - હું સરકારને અપીલ કરવા માંગુ છું કે પીડિતોના પરિવારજનોની લાગણી અને માંગણીને ન્યાયપૂર્ણ રીતે સાંભળવી જોઈએ.
- પીડીત પરિવારને સંપૂર્ણ ન્યાય મળે તે જરૂરી છે.