ગુજરાતમાં હાલ કોંગ્રેસની ન્યાયયાત્રા ચાલી રહી છે..ચોટીલાથી સાત કિમી દૂર સાંગાણી પ્રાથમિક શાળામાં તિરંગાયાત્રા દરમિયાન બાળકોએ સાવરકર અને સુભાષચંદ્ર બોઝવાળીની કેસરી ટી-શર્ટ પહેરી હતી. તે જ સમયે કોંગ્રેસની ન્યાયયાત્રા ત્યાંથી પસાર થઈ રહી હતી. ત્યારે ત્યાંથી નાના બાળકો શાળાએ જઈ રહ્યા હતા. તેમજ તે બાળકોએ કેસરી રંગની અને વીર સાવરકર અને નેતાજી સુભાષચંદ્ર બોઝના ફોટાવાળી ટીશર્ટ પહેરી હતી. જે બાદ આ મામલો ગરમાયો હતો.
કોંગ્રેસની ન્યાયયાત્રા ચોટીલાથી ડોળિયા જવા નીકળી ત્યારે ચોટીલાથી સાત કિમી દૂર ચોટીલાના સાંગાણી ગામની પ્રાથમિક શાળામાં તિરંગા યાત્રા દરમિયાન બાળકોએ વીર સાવરકરની કેસરી ટીશર્ટ પહેરતાં કોંગ્રેસ ભડકી હતી અને ગાંધીના ગુજરાતમાં ગાંધી અને સરદારના ગુજરાતમાંથી ગાંધી અને સરદારનું નામ ભૂંસવાની સરકારી સાજીશ હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો હતો.
આ મામલે વિરોધ નોંધાવતા ન્યાયયાત્રામાં ઉપસ્થિત લોકોએ કહ્યું કે અત્યારે જ આ ટીશર્ટ્સ કઢાવો. કોંગ્રેસ તમામ બાળકોની ટી-શર્ટ ઉતરાવીને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, આજે સાવરકરની ટી-શર્ટ પહેરાવી હવે કાલે ગોડસે કે દાઉદની ટી-શર્ટ પહેરાવશે’. આ સમગ્ર મામલાનો કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ તેમણે શાળાના આચાર્ય અને શિક્ષકોને પણ ખખડાવ્યા હતા. અને તેમને આડે હાથ લેતા કહ્યું કે તમે ભૂલી ગયા કે ગાંધીજીના મોતમાં વીર સાવરકરનો હાથ હતો ? કોઈ તમને આવીને દાઉદના કે ગોડસેના ટીશર્ટ પહેરાવવાનું કહેશે તો શું તમે પહેરાવી દેશો. ભાજપ ગાંધી અને સરદારનું નામ ભૂંસવા માંગે છે. આ પહેલા પણ આ ગુજરાત ગાંધી અને સરદારનું હતું અને તેમનું જ રહેશે.
તેમજ સુરેન્દ્રનગરના ચોટીલામાં 10 હજાર ટીશર્ટ વિતરણ કરવામાં આવ્યા છે. બાળકોના મનમાં દુષ્પ્રચાર કરવામાં આવતા હોવાનો કૉંગ્રેસે આક્ષેપ કર્યો છે. બાળકો અને પ્રશાસનનો ભાજપ ગેરઉપયોગ કરતા હોવાનો પણ કૉંગ્રેસએ આક્ષેપ કર્યો છે. જે બાદ હવે સુરેન્દ્રનગરનું રાજકારણ ગરમાયુ છે.