Gujarat Rain forecast: ગુજરાતમાં હાલ જાણે વરસાદ વિરામ પર હોય તેમ લાગી રહ્યુ છે. આજે સવારથી ગુજરાતના થોડા જ તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગે(Weather forecast) આજે પણ ભારે વરસાદની આગાહી આપી છે. આ સાથે આગામી સાત દિવસ પણ ગુજરાતમાં(Gujarat) વરસાદી વાતાવરણ બનેલું રહેશે તેવી આગાહી હવામાન વિભાગે આપી છે..
ગુજરાતના તમામ જિલ્લાઓમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હાલ એક સાયક્લોનિક સરક્યુલેશન શિફ્ટ થઇને સાઉથ ગુજરાત ખસી ગયુ છે. જેના કારણે આજે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. જે બાદનાં પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી નથી. ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. જેમા દાદરાનગર હવેલી અને દીવ પણ સામેલ છે.
હવામાન વિભાગની માહિતી પ્રમાણે આજે નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ જાહેર કરી છે. આજે ગાજવીજની વાત કરીએ તો તમામ જિલ્લાઓમાં વોર્નિંગ છે. આ સાથે દમણ, દાદરાનગર હવેલી અને દીવમાં પણ ગાજવીજની ચેતવણી છે. આ સાથે આજે માછીમારો માટે કોઇ ચેતવણી આપવામાં નથી આવી. ગુજરાતમાં એક જૂનથી અત્યારસુધી સાત ટકા વધારે વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની માહિતી પ્રમાણે ઓગસ્ટ મહિનામાં નોર્થ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય કરતા ઓછા વરસાદની આગાહી છે. ઓવરઓલ જોવામાં આવે તો ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના માટે નોર્થ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછાથી સામાન્ય વરસાદની આગાહી છે. આ સાથે એક સાયક્લોનિક સર્ક્યુલેશન શિફ્ટ થઇને સાઉથ ગુજરાત ખસી ગયુ છે. જેના કારણે આજે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. જે બાદનાં પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી નથી. ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. જેમા દાદરાનગર હવેલી અને દીવ પણ સામેલ છે.