અરવલ્લી જિલ્લામાં આંગણવાડી કર્મચારી અને તેડાગર ભરતીને લઇને અરજદારોમાં અસંતોષ ફેલાયો છે. આ ભરતીમાં વાંધા અરજી માટે બોલાવાયેલા અરજદારોની વાત સાંભળવામાં ન આવતા હોવાના આક્ષેપ સાથે રોષ ફેલાયો છે.
વિઓ….આંગણવાડી કર્મચારી અને તેડાગર ભરતીમાં વાંધા અરજી માટે ભિલોડા અને ધનસુરાના અરજદારોને જિલ્લા પંચાયત ખાતે બોલાવવામાં આવ્યા હતા.વાંધા અરજી માટે બોલાવ્યાં છતાં અધિકારીઓએ સંતોષકારક જવાબ ન આપી પોતાની મનમાની ચલાવી હતી.સૌથી ચોંકવનારી વાત તો એ છે કે આ ભરતીની એક અરજદાર મહિલા પોતાના પાંચ દિવસના બાળકને લઈને રજૂઆત કરવા આવી હતી. આ મહિલા અરજદારને માત્ર LCનો વાંધો હતો, છતાં તેની રજૂઆત સાંભળવામાં આવી ન હતી. આ અંગે ICDS પ્રોગ્રામ ઑફિસરને સવાલ પૂછતાં તેઓ ઉભી પૂંછડીએ ભાગી ગયા હોય તેવુ જોવા મળ્યુ.