ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભા ચૂંટણી જાહેર કરી અને આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, દિલ્હીમાં મતદાનની તારીખો જાહેર થઈ ગઈ છે, 5 ફેબ્રુઆરીએ મતદાન છે અને 8 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજીએ કામની રાજનીતિ કરી હતી અને આજે દિલ્હી એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં કામને આધારે મત માંગવામાં આવે છે. બાળકો માટે સારું અને મફત શિક્ષણ, ફ્રિ માં ઉચ્ચકક્ષાની આરોગ્યની સુવિધાઓ, વીજળી મફત, પાણી પણ મફત આપવાની શરૂઆત અરવિંદ કેજરીવાલજીએ કરી હતી. તેમ છતાં પણ આજે દિલ્હીનું બજેટ પ્રોફિટમાં ચાલી રહ્યું છે. છેલ્લા 10 વર્ષથી અરવિંદ કેજરીવાલજીની આગેવાનીમાં આજે દિલ્હી દેશનું એકમાત્ર એવું રાજ્ય છે, જે બીજા રાજ્યોની જેમ દેવાના ડુંગરોમાં દબાયેલું નથી.
સરકારને આડે હાથ લેતા ઇસુદાન બોલ્યા કે બીજી બાજુ ભાજપની લૂંટની રાજનીતિ છે, ભાજપ દ્વારા ખુલ્લેઆમ રૂપિયા વહેંચવામાં આવે છે, મતદાનમાં ધાંધલી કરવામાં આવે છે, સરકારી અધિકારીઓનો દુરુપયોગ કરવામાં આવે છે, લોકતંત્રની હત્યા કરવામાં આવે છે. ભાજપના નેતાઓ દિલ્હીના મહિલા મુખ્યમંત્રી આતિશી પર ટિપ્પણીઓ કરી રહ્યા છે. આ બધા ભાજપના લક્ષણ છે અને ભાજપ આ જ રીતે ચૂંટણીઓ લડે છે. માટે મને વિશ્વાસ છે કે 2015 અને 2020ની જેમ 2025માં પણ આ વખતે અરવિંદ કેજરીવાલજીની કામની રાજનીતિનો વિજય થશે.
અરવિંદ કેજરીવાલજી પર અને બીજા આમ આદમી પાર્ટીના નેતાઓ પર ભાજપે અનેક આક્ષેપો કર્યા, અને જે શીશ મહેલના નામથી અરવિંદ કેજરીવાલજી પર આક્ષેપ કરવામાં આવતા હતા તે ઘર પણ અરવિંદ કેજરીવાલજીએ છોડી દીધું છે. કારણ કે એ કોઈ શીશ મહેલ ન હતો, એ એક મુખ્યમંત્રી આવાસ હતું. શીશ મહેલની વાત કરનારા પ્રધાનમંત્રી આજે 1100 કરોડના આવાસમાં રહે છે. બીજી બાજુ સુપ્રીમ કોર્ટ તરફથી પણ અરવિંદ કેજરીવાલજીને જામીન મળી ગયા કારણકે અરવિંદ કેજરીવાલજી વિરૂદ્ધ કોઈપણ પુરાવા હતા નહીં. આ રીતે અરવિંદ કેજરીવાલજીને અને આમ આદમી પાર્ટીને ડેમેજ કરવા માટે ભાજપે અનેક કોશિશો કરી પરંતુ આ તમામની સામે અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીની પૂરી ટીમ મજબૂતાઈથી લડી રહી છે અને મને પૂરો વિશ્વાસ છે કે દિલ્હીમાં ફરી એકવાર ભારે બહુમત સાથે આમ આદમી પાર્ટીની સરકાર બનશે. વિગતે સાંભળીયે ઇસુદાન ગઢવીને