આપ નેતા ચૈતર વસાવા અત્યારે જેલમાં બંધ છે. ત્યારે તેનો મુદો રાજ્યની રાજનીતિમાં સીમાએ છે. ચૈતર વસવાના સમર્થન માટે ૭ જાન્યુઆરીના રોજ આપ ના રાષ્ટીય સ્યોજ્ક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ડેડિયાપાડા આવી રહ્યા છે. ડેડીયાપાડા ખાતે એક જનસભાને સંબોધન કરશે. આ જનસભાને સફળ બનાવવા માટે આપના નેતાઓ આદિવાસી વિસ્તારોમાં જનસંપર્ક કરી રહ્યા છે. પ્રવીણ રામ, કરસનદાસ બાપુ સહિતના આગેવાનો લોકોને મળીને સમજાવી રહ્યા છે કે તેઓ ચૈતર વસાવાના સમર્થનમાં આગળ આવે. ૨૦૨૪ લોકસભાની ચુંટણીમાં ચૈતર વસાવા આપ પાર્ટી તરફથી ચુંટણી લડે તેવી સંભાવનાઓ છે. ત્યારથી ભાજપ અને આપની વચ્ચે આરોપ પ્રતિ આરોપ ચાલી રહ્યા છે. ત્યારે ભરૂચ લોકસભાની બેઠક બન્ને પાર્ટીઓ માટે પ્રતિષ્ઠા નો જંગ બની રહેશે.