કથિત દારૂ કૌભાંડમાં સમન્સ પાઠવાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એકવાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થવાનો ઈન્કાર કરી દીધો છે.
અરવિંદ કેજરીવાલે સમન્સને ગેરકાયદે ગણાવીને EDને જવાબ મોકલ્યો હતો. તેમણે કહ્યું છે કે તેમને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવાથી રોકવા માટે તેમની ધરપકડ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનની બહાર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ આશંકા વ્યક્ત કરી છે કે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ શકે છે. સાથે જ ભાજપ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કરી રહી છે.
અરવિંદ કેજરીવાલ પહેલા, EDએ તેમના જમણા હાથના માણસ, દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે. પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ પણ આ જ કેસમાં જેલમાં છે. પાર્ટીના અન્ય એક નેતા વિજય નાયરની પણ ધરપકડ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ વારંવાર આશંકા વ્યક્ત કરી છે કે અરવિંદ કેજરીવાલની પણ ધરપકડ થઈ શકે છે. આમ આદમી પાર્ટી દારૂ કૌભાંડને નકલી ગણાવી રહી છે.
આપ પાર્ટીનું કહેવું છે કે, EDએ જણાવ્યું નથી કે કેજરીવાલને શેના આધારે બોલાવવામાં આવ્યા છે. આ સાથે સમય પર પણ સવાલો ઉભા થાય છે કે લોકસભાની ચૂંટણી પહેલા તમામ પક્ષો અને કેન્દ્ર સરકાર પોતે જ લોકસભાની ચૂંટણીની તૈયારી કરી રહી છે. ચૂંટણી પ્રચાર પહેલા કેન્દ્ર સરકાર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવાનું ષડયંત્ર રચી રહી છે જેથી કેજરીવાલ ચૂંટણી પ્રચારમાં જઈ ન શકે અને તેમને જેલમાં ધકેલી દેવામાં આવે. દોઢ વર્ષથી તપાસ ચાલી રહી છે. ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. હવે કેજરીવાને કેમ બોલાવવામાં આવે છે? દોઢ વર્ષ પછી તારી યાદ આવી. કેન્દ્ર સરકારે આ પ્રશ્નોના જવાબ આપવા જોઈએ
અરવિંદ કેજરીવાલે વોટ્સએપ પર EDને જવાબ મોકલ્યો છે. કેજરીવાલના ત્રણ વખત ઇનકાર પછી, હવે EDના અધિકારીઓ કાયદાકીય ટીમ પાસેથી સલાહ લઈ રહ્યા છે કે તપાસ એજન્સીનું આગળનું પગલું શું હોવું જોઈએ.