ભગવાન શ્રી રામને આવકારવા માટે અયોધ્યા તૈય્યાર છે ત્યારે અયોધ્યા રામમંદિર ખાતે મોકલવામાં આવનાર વિશાળ અને કલાત્મક નગારૂ અમદાવાદ માં તૈયાર કરવામાં આવ્યું છે ત્યારે આ નગારું અયોધ્યા પોહ્ચે તે પહેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અ વિશાળ અને કલાત્મક નગારાનું પૂજન કર્યું હતું. મુખ્યમંત્રીએ નગારાની પૂજાવિધિ બાદ ઘંટનાદ કરીને નગારાને રામમંદિર માટે અર્પણ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે. જેના ભાગરૂપે દેશભરમાં ધાર્મિક સંસ્થાનો અને સમાજો દ્વારા વિવિધ તૈયારીઓ ચાલી રહી છે.ત્યારે આ નગારાના પૂજન અર્ચન પ્રસંગે ઉપસ્થિત જનમેદનીએ જયશ્રી રામના નારા સાથે વાતાવરણને જીવંત બનાવ્યું હતું. અયોધ્યા રામમંદિરના પ્રાંગણમાં પ્રસ્થાપિત થનારા 56 ઇંચના આ નગારામાં સોનાના વરખનો પણ ઉપયોગ
કરવામાં આવ્યો છે.આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીઅખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા સ્વાગત કરીને તેમને અયોધ્યાથી લાવવામાં આવેલી રામ દરબારની મૂર્તિ અર્પણ કરવામાં આવી હતી.નગારાના પૂજનના આ પ્રસંગે ધારાસભ્યો સર્વે શ્રી કૌશિક જૈન, અમિત ઠાકર, દર્શનાબેન વાઘેલા તથા સ્થાનિક કોર્પોરેટર સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.