ગુજરાતી ગરબાને હવે વૈશ્વિક ઓળખ મળી જશે, બહુજ જલદી ગુજરાતી ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે જાહેર કરાશે, આ માટે આજે યૂનેસ્કોની ટીમ ગુજરાતમાં આવશે, અને જુદાજુદા સ્થળો પર ગરબાની ઢબને નીહાળશે. આજે સાંજે અમદાવાદના ભદ્ર ચોકમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે, એટલુ જ નહીં ચાચર ચોક અંબાજીમાં પણ સાંજે ગરબાનું ભવ્ય આયોજન થઇ રહ્યું છે
યૂનાઈટેડ નેશન્સ એજ્યૂકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (UNESCO) ગુજરાતના લોકનૃત્ય ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે જાહેર કરશે. આજે ટીમ ગુજરાતમાં આવશે, અને આ સાથે જ ગુજરાતના ગરબાને યૂનેસ્કોની માનવતા પ્રતિનિધિ યાદીમાં સ્થાન મળવાની અટકળ તેજ થઇ ગઇ છે. અમદાવાદને હેરિટેજ સિટીનું બિરુદ મળ્યા બાદ ગુજરાતના ગરબાને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ મળવાની પુરેપુરી શક્યતા છે. યૂનેસ્કોની ટીમ આજે અમદાવાદમાં છે. ભદ્રચોકમાં ગરબા માટે આયોજન કરવામાં આવ્યુ છે. અહીં યૂનેસ્કોની ટીમ ગરબાની ઢબ નીહાળશે, આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ યૂનેસ્કોની ટીમો પહોંચીને ગરબાની ઢબને નીહાળશે.