તિમોર-લેસ્ટેના ના રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તા 8-10 જાન્યુઆરી 2024 દરમિયાન ગાંધીનગરમાં 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાતે આવ્યા છે.
તિમોર લેસ્તના રાષ્ટ્રપતિ સાથે PM Modiની બેઠક
PM મોદી અને રાષ્ટ્રપતિ હોર્ટા આજે ગાંધીનગરમાં મળ્યાં હતાં. PM એ રાષ્ટ્રપતિ હોર્ટા અને તેમના પ્રતિનિધિમંડળને વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉષ્માસભર આવકાર આપ્યો હતો, જે બંને દેશો વચ્ચે સૌપ્રથમ વાર રાજ્યનાં વડા કે સરકારી સ્તરની મુલાકાત છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તિમોર લેસ્તેની રાજધાની દિલિમાં ભારતીય દૂતાવાસ સ્થાપવાની તાજેતરમાં જાહેરાત કરી છે. સપ્ટેમ્બર 2023માં, તેમણે દેશમાં ભારતીય મિશન શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે ક્ષમતા નિર્માણ, માનવ સંસાધન વિકાસ, આઇટી, ફિનટેક, ઊર્જા અને પરંપરાગત ચિકિત્સા અને ફાર્મા સહિત હેલ્થકેરમાં તિમોર-લેસ્ટેને સહાયની ઓફર કરી હતી. તેમણે તિમોર-લેસ્ટને આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (આઇએસએ) અને કોએલિશન ફોર ડિઝાસ્ટર રેસિલન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (સીડીઆરઆઈ)માં જોડાવા આમંત્રણ પણ આપ્યું હતું.
તેમણે તિમોર-લેસ્ટને તેના 11માં સભ્ય તરીકે સ્વીકારવાના આસિયાનના સૈદ્ધાંતિક નિર્ણય બદલ રાષ્ટ્રપતિ હોર્ટાને અભિનંદન પાઠવ્યા હતા અને ટૂંક સમયમાં જ સંપૂર્ણ સભ્યપદ પ્રાપ્ત કરવાની આશા વ્યક્ત કરી હતી.