ગાંધીનગર (Gandhinagar) ના મહાત્મા મંદીર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલેએ નેધરલેન્ડના એમ્બેસેડર મેરીસા ગેરાર્ડ (Marissa Gerrard )સાથે બેઠક કરી હતી’ જેમાં નેધરલેન્ડ, 2015 થી વાઇબ્રન્ટ સમિટમાં ભાગીદાર દેશ છે અને ગુજરાત વેપાર સંબંધો અને નિયમિત રાજદ્વારી મુલાકાતો દ્વારા સમર્થિત મજબૂત દ્વિપક્ષીય સંબંધો શેર કરે છે. બિઝનેસ કરવાની સરળતા માટેની ગુજરાત સરકારની નીતિ વિશે તેણીને માહિતગાર કર્યા.ગ્રીન હાઇડ્રોજન, સેમિકન્ડક્ટર, અર્બન મોબિલિટી, વોટર મેનેજમેન્ટ અને એગ્રીકલ્ચરના ક્ષેત્રોમાં સહકારની તકોની શોધ કરી. ગુજરાત સરકાર સ્માર્ટ ઈન્ડસ્ટ્રીયલ પોર્ટ સિટીઝ વિકસાવવા ઈચ્છતી હોવાથી, ડચ કંપનીઓને ગુજરાતના દરિયાકાંઠે રોકાણની તકો શોધવા આમંત્રિત કર્યા
ગાંધીનગર મહાત્મા મંદિરમાં CM ભૂપેન્દ્ર પટેલની બેઠક યોજાઇ છે. જેમાં જાપાનના ઉપમંત્રી હોસાકા શિન સાથે CMની મુલાકાત થઇ છે. જેમાં ગ્રીન હાઈડ્રોજન, ઈ-વ્હીકલ, સેમિકંડક્ટરમાં રોકાણ મુદ્દે ચર્ચા થઇ છે. માઈક્રોટેકના પ્રેસિડેન્ટ, CEO સાથે CMની મુલાકાત થઇ છે. તેમાં CM ભૂપેન્દ્ર પટેલે સંજય મેહરોત્રા સાથે મુલાકાત કરી છે. સાણંદમાં સ્થપાઈ રહેલા માઈક્રો ટેકના પ્લાન્ટ મુદ્દે ચર્ચા કરી છે. તેમજ CM ભૂપેન્દ્ર પટેલે પ્રસુન મુખરજી સાથે મુલાકાત કરી ગુજરાતમાં ફિનટેક કંપનીઓના રોકાણની તકો પર ચર્ચા કરી છે. તથા સેમિ કંડક્ટર પોલિસી સહીતના મુદ્દાઓ પર ચર્ચા કરી છે.