વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ મોટું નિવેદન આપ્યું છે. વાત જાણે એમ છે કે, આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સંબોધન કરતી વખતે મુકેશ અંબાણીએ કહ્યું કે, મને ગુજરાતી હોવાનો ગર્વ છે. આ સાથે તેમણે કહ્યું કે, વિદેશીઓ નવા ભારત અંગે વિચારી રહ્યા છે અને અમે નવા ગુજરાત અંગે વિચારી રહ્યા છીએ. તેમણે ઉમેર્યું કે, નરેન્દ્ર મોદી ભારતના સૌથી સફળ પ્રધાનમંત્રી છે. આ સાથે તેમણે કહ્યું કે, રિલાયન્સે 12 લાખ કરોડ રૂપિયાનું રોકાણ ભારતમાં કર્યું છે જેથી જેમાંથી એક તૃતિયાંશ ગુજરાતમાં જ રોકાણ કર્યું છે.