ક્રિકેટ સાથે જોડાયેલા બે દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. બે ક્રિકેટરોનાં મેદાન પર જ મોત નિપજ્યાં હોવાનું સામે આવી રહ્યું છે. જો કે આ લોકો કોઇ પ્રોફેશનલ ક્રિકેટર નથી પરંતુ ફિટનેસ અને મનોરંજન માટે ક્રિકેટ રમી રહ્યા હતા. એક વ્યક્તિને બોલ વાગવાને કાર તો 1 વ્યક્તિને હાર્ટ એટેક આવવાના કારણે મેદાન પર મોત થયા છે.
ક્રિકેટના મેદાન પર સામાન્ય રીતે ઇજાઓ થતી હોય છે જોકે અનેક વખત ઇજાઓ એટલી ગંભીર હોય છે કે, ક્રિકેટરે પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે. પ્રોફેશનલ ક્રિકેટમાં પણ એકાદવાર એવું થઇ ચુક્યું છે અને લોકલ ક્રિકેટમાં ઘણી વખત આવી ઘટના બનતી હોય છે. હાલમાં જ એક ક્રિકેટરનું મોત બોલ વાગવાના કારણે જ્યારે એક ક્રિકેટરને મેદાન પર જ હાર્ટ એટેક આવવાના કારણે મોત નિપજ્યું છે. આ મામલો મુંબઇનો છે જ્યારે એક મામલો નોએડાનો છે. મુંબઇના માટુંગામાં મેજર દાદકર મેદાન પર એક સાથે અનેક ટીમો ક્રિકેટ રમતી હોય છે. થોડા થોડા અંતરે રહેલી પીચ પર અલગ અલગ ટીમ મેચ રમતી હોય છે. આ દરમિયાન સોમવારે એક એવો કિસ્સો સામે આવ્યો જેમાં એક બીજી જ ટીમ માટે ફિલ્ડિંગ કરી રહેલા વ્યક્તિના માથામાં બોલ વાગ્યો હતો. જેના કારણે તેનું મોત નિપજ્યું હયું. 52 વર્ષીય જયેશ સાવલા કુટચી કમ્યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટમાં દાદર યુનિયન સ્પોર્ટિંગ ક્લબ તરફથી રમી રહ્યા હતા.
રિપોર્ટના અનુસાર સવાલા એક એવા સ્થળે ફિલ્ડિંગ કરી રહ્યા હતા. બાજુની પીચ પર એક બીજી મેચ રમાઇ રહી હતી. દરમિયાન બીજી ટીમના ખેલાડીએ એક પાવરફુલ શોટ ફટકાર્યો હતો. આ બોલ સીધો જ જયેશ સાવલાના માથાના પાછળના હિસ્સા પર વાગ્યો હતો. ત્યાં જ સાવલા ઢળી પડ્યા હતા. બિઝનેસમેન સાવલાને તત્કાલ સિયોન હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યા હતા. આવો જ એક ચોંકાવનારો કિસ્સો નોએડામાંથી પણ સામે આવ્યો છે. એક ટેક કંપનીમાં કામ કરતા વિકાસ નેગી મેદાન પર બેટિંગ કરી રહ્યા હતા. નોટ સ્ટ્રાઇક પર હતો અને બીજા બેટ્સમેને ચોક્કો ફટકાર્યો હતો. દરમિયાન તે રન દોડતા હતા. જો કે ચોગ્ગો વાગતા તેઓ બેટમેનને શુભકામના પાઠવીને પરત ફરતા સમયે અચાનક ઢળી પડ્યા હતા. વિપક્ષી બોલરે તેને સંભાળ્યા હતા. તમામ બારી નજીક આવ્યા અને તેનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો. તુરંત જ હોસ્પિટલ લઇ જવાયા. જો કે તેનું પણ મોત થઇ ચુક્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ફિટ રાખવા માટે અનેક પ્રોફેશનલ ફિલ્ડ સાથે સંકળાયેલા લોકો ક્રિકેટ અથવા તો કોઇ અન્ય રમત રમતા હોય છે. જો કે કેટલાક કિસ્સામાં અચાનક હાર્ટ એટેકના કારણે મોત થઇ જતા હોય છે. જો કે કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સામાં વધારો થતો હોય છે. હાર્ટએટેક સમગ્ર વિશ્વમાં મોત પાછળના કેટલાક મોટા કારણો પૈકીનું એક છે. ગત્ત પાંચ વર્ષોમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં ચિંતાજનક રીતે વધારો થયો છે.