કેશોદ પોલીસ દ્વારા આંબાવાડી ખાતે પતંગ બજારમાં પ્લાસ્ટિકના ચાઇનીઝ કે તુકકલ દોરાને લઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસને મળેલ બાતમી આધારે આંબાવાડી મેઇન બજારમાં આવેલ સારથી નાઇટવેર દુકાનના ટેબલમાં રાખેલ એક કપડાના થેલામાં અંદાજે 7500ની કિંમતી 25 જેટલી પ્લાસ્ટિક ચાઇનિઝ દોરાની ફીરકી ઝડપી પાડવામાં આવી હતી. પોલીસે મયુર જયપ્રકાશભાઈ પારવાણી નામના યુવકને મુદામાલ સાથે ઝડપી પાડી તેમના વિરૂદ્ધ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.