અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણનો કોંગ્રેસ દ્વારા અસ્વીકાર કરવાને લઈને હાલ રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યોછે. ત્યારે આ મામલે હવે ભાભી તેમજ નણંદ વચ્ચે વાકયુદ્ધ શરૂ થયું હતું. રામ મંદિરને લઇને ફરી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને નણંદ નયનાબા આમને સામને આવ્યા છે.
જામનગરના જાડેજા પરિવારમાં આયોધ્યાં રામ મંદિર મુદ્દે રાજનીતિ તેજ બની છે. ગઈ કાલે CSC સેન્ટરના ઓપનિંગ વખતે ધારાસભ્ય રિવાબા જાડેજાએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં રાજનીતિ નહિ ધર્મની ભાવનાથી તમામ લોકોએ જવું જોઈએ તેવું નિવેદન આપ્યું હતું. તેમના આ નિવેદન પર ક્રિકેટર રીવન્દ્ર જાડેજાના મોટા બહેન નયના બા જાડેજાએ વળતો પ્રહાર કર્યો છે. તેમને રાવાબાનું નામ લીધા વગર કહ્યું હતું કે, “હમણા જ એક પત્રકારે એક ધારાસભ્યને પૂછ્યું કે રામ મંદિરપ્રાણ પ્રતિષ્ઠામાં જવાની કોંગ્રેસ ના પાડે છે ત્યારે તેમને કહ્યું કે, આ કોઈ પોલિટીકલ વસ્તુ નથી કે જેમાં રાજકીય રીતે વિચારવું જોઈએ, અને ભક્તિની મેટર છે ત્યારે મારે તેમને કહેવું છે કે, ભક્તિ અને સંસ્કાર અમારે તમારી પાસેથી શીખવાની જરાય જરુર નથી તમે છોટી કાશીમાં રહો છો પરંતુ તમારા સંસ્કાર જરાય નથી. પ્રાણ પ્રતિષ્ઠા ત્યારે હોય જ્યારે મંદિર પુરુ બની જાય ત્યારે શાસ્ત્રોક્ત વિધી સાથે ભગવાનની મૂર્તીમાં પ્રાણ પુરવામાં આવે છે. તેને પ્રાણ પ્રતિષ્ઠા કહેવાય છે”.
વધુમાં તેમણે કહ્યું કે, “શંકરાચાર્ચ સહિત ઘણા બધા અન્ય સાધુ સંતોએ આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. કારણ કે તેમનામાં પુરતુ નોલેજ છે ધર્મ, ભક્તિ સંસ્કાર, તેમનામાં પુરે પુરા છે જે તમારામાં નથી એટલે કોંગ્રેસ કે જેમને મંદિરનો શિલાન્યાસ કર્યો છે. તેમની પાસે પુરી માહિતી છે કે, ક્યારે જવુ જોઈએ અને ક્યારે ન જવું જોઈએ”.
વધુમા તેમને રીવાબા પર પ્રહાર કરતા કહ્યું, “ધર્મ અને સંસ્કારની વાતો તમારા મોઢે શોભે જ નહીં. તેમને પ્રશ્ન પૂછ્યો છે કે, શું સંસદભવન બની ગયા પહેલા જ તમે સભા ચાલુ કરી દીધી હતી ? , એટલે તમારે નોલેજ લેવાની જરુર છે કે ક્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરાય અને ક્યારે ન કરાય”.