પ્રખ્યાત કવિ અને શાયર મુનવ્વર રાણાનું નિધન થયું છે. મુનવ્વર રાણાના શેર અને શાયરી હંમેશા આપણી વચ્ચે રહેશે. મુનવ્વર રાણા ઘણા સમયથી બિમારીથી પીડિત હતા. મુનવ્વર રાણાને હાર્ટ એટેક આવતા રવિવારે રાત્રે તેમનું અવસાન થયું છે. અહીંયા અમે તમને મુનવ્વર રાણાના કેટલાક ખાસ શેર જણાવી રહ્યા છીએ.
મુનવ્વર રાણાને તેમની કવિતા શાહદાબા માટે તેમને 2014માં સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2021માં શહીદ શોધ સંસ્થાન દ્વારા માટી રત્ન સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મુનવ્વર રાણાએ વધતી અસહિષ્ણુતાના કારણે કોઈ પણ સરકારી પુરસ્કાર ન લેવાની કસમ ખાધી હતી.