અંધશ્રદ્ધામાં કઈક માનવ જીદંગીઓ હોમાઈ ગઈ છે ને અંધશ્રદ્ધામાં માનતા લોકો એવા અધમ કૃત્ય કરી નાખતા હોય છે જે પાછળથી પછતાવા સિવાય કોઈ ઈલાજ નથી ને આવી જ અંધશ્રદ્ધામાં મધ્યપ્રદેશના એક પિતાને પોતાની દીકરી બીમારીથી મોતને ભેટ્યા બાદ ત્રીપલ હત્યાનો ખૂની ખેલ ખેલી નાખ્યો ને અમરેલી પોલીસે હત્યા, આત્મહત્યા કે અક્સ્માતની સમગ્રના મર્ડર મિસ્ટ્રી ઉકેલી હતી ત્યારે શું છે આ અંધશ્રદ્ધામાં ખેલાયા ખૂની ખેલની ક્રાઇમ કુંડળી જોઈએ આ રિપોર્ટમાં…….
અમરેલીનાં લાલાવદર ગામની વાડીના કુવા માંથી 12 જાન્યુઆરીએ ત્રણ ત્રણ લાશો મળી હતી કૂવામાં અકસ્માતે કે આત્મહત્યા કે અન્ય કોઈ કારણ અંગે પોલીસ દ્વારા ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પી.એમ. કરાવતા ગળું દબાવીને હત્યા થઈ હોવાનો ખુલાસો થતા મૃતક મુકેશ દેવરખીયા, તેમની પત્ની ભૂરી દેવરખીયા અને જાનું દેવરખીયા નામની 8 વર્ષની બાળકી જે મધ્યપ્રદેશના હોય ને ખેત મજૂરી કરતા હોય ને ત્રણ ત્રણ મૃતદેહો અંગે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને કડીઓ મેળવી ત્યારે અંધશ્રદ્ધામાં આખી ત્રીપલ હત્યા થઈ હોવાનો ખુલાસો થયેલો હતો જેમાં ભૂરા મોહન બામણીયા ની દીકરી નું બીમારીને કારણે મોત થયેલ હતું ને મોત પાછળ ભૂરી દેવરખીયા એ તાંત્રીક વિધિ કરેલ હોવાનું અને ભુરી ડાકણ હોવાનો વહેમ રાખીને હત્યારા ભૂરા મોહન બામણીયાએ હત્યાનો પ્લાન કરીને લાલાવદર ગામની સીમમાં ત્રણ સાગરીત સાથે આવીને ત્રણેયની ગળું દબાવીને હત્યા કરીને લાશને કૂવામાં નાખીને નાશી છૂટયા હતા જે અંગે અમરેલી પોલીસે મુખ્ય આરોપી સિવાયના 3 આરોપીઓ બબલુ ઉર્ફે પ્યારસિંહ વસુનીયા, મેરસિંહ પારદિયા અને ઇન્દ્ર કિશન વસુનીયાને જડપી પાડયા હતા ને સમગ્ર અંધશ્રદ્ધાની આડમાં ખેલાયા ત્રીપલ હત્યાનો ભેદ અમરેલી પોલીસે ખોલીને એસપી હિમકરસિંહે વિગતો જણાવી હતી
ત્રીપલ હત્યાના પકડાયેલા ત્રણેય હત્યારા હાલ પોલીસની ગીરફતમાં છે ને મુખ્ય આરોપી ભૂરા મોહન બામનીયા ને પકડી પાડવા પોલીસના ચક્રો ગતિમાન છે ને અગાઉ પણ આ હત્યારાએ કોઈ અન્ય ગુન્હાઓ કર્યાછે કે કેમ તે અંગે પણ એસપી હિમકરસિંહે જણાવ્યું હતું કે અગાઉ ગુન્હાઓ નોંધાયા નથી ને અંધશ્રદ્ધાનો આંધળા અનુકરણ પાછળ ત્રીપલ હત્યા થઈ છે