મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામની નગરી અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન થશે અને આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આજે 16મી જાન્યુઆરીથી રામ લાલના પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ પણ શરૂ થઈ ગઈ છે અને આવનાર 7 દિવસ સુધી આ વિધિઓ ચાલશે. ધાર્મિક વિધિઓ પછી, ભગવાન રામ 22 જાન્યુઆરીએ શુભ સમયે તેમના ભવ્ય મહેલમાં બિરાજમાન થશે.
કાશી સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી 121 વૈદિક વિદ્વાનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ કરશે અને આ બધા અયોધ્યા પહોંચી ગયા છે. સાથે જ પીએમ મોદી રામ મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી સિવાય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ મુખ્ય યજમાન રહેશે.શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે ર્ણાટકના મૈસુરના મશહૂર મૂર્તિકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવાયેલી મૂર્તિ પસંદ કરવામાં આવી છે. ભગવાન રામની મૂર્તિનું વજન 150 થી 200 કિલો જેટલું હશે. ચંપત રાયે કહ્યું કે 23 જાન્યુઆરીથી બધા માટે મંદિર ખુલ્લું રહેશે અને જે કોઈ પણ દર્શન કરવા ઈચ્છુક હશે તેઓ દર્શન કરી શકશે.