વડોદરા હરણી દુર્ઘટના કેસમાં પોલીસ કમિશ્નરની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતુ કે, વડોદરાના હરણી મોટનાથ લેક ઝોન ખાતે દુઃખદ બનાવ બન્યો છે. જેમાં 12 બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ થયા છે. 11 લોકોની અંતિમવિધિ પૂરી થઈ, 3 લોકોના મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે. આ કેસમાં કંપનીના ત્રણ ડાયરેકટરો સહિત કુલ 6 આરોપીની ધરપકડ કરી છે. તેમાં કોડિયા કંપનીના 3 પાર્ટનરની ધરપકડ કરવામા આવી છે.
વધુમા તેમણે કહ્યું કે, એક આરોપીનું મૃત્યુ થયું છે તે માહિતી મળી છે જેની પોલીસ ખરાઈ કરી રહી છે,આરોપીના સરનામા બદલાયા છે જે મામલે અમે નવા સરનામા મેળવી લીધા છે. તપાસ યોગ્ય રીતે ચાલી રહી છે, તપાસ ACP ક્રાઈમ રાઠોડને આપી છે. કોન્ટ્રાક્ટ કંપનીના 15 લોકો સામે ફરિયાદ દાખલ કરાવામા આવી છે. આરોપીને પકડવા માટે વિવધ ટીમો બનાવાઈ છે.વર્ષ 2017માં મેસર્સ કોટીયા પ્રોજેક્ટ અને વડોદરા મહાનગર પાલિકા વચ્ચે કરાર થયો હતો. કંપનીના 15 લોકો વચ્ચે પાર્ટનરશિપ છે. પાર્ટનરોએ ટકાવારી પ્રમાણે શેર વહેચી લીધા છે.કંપની બની તેમાં શરૂઆતમાં 4 ડાયરેક્ટરો હતા, જેમાંથી બે નીકળી ગયા, બાદમાં બીજા નવા પાર્ટનર ઉમેરાઈ ગયા હતા. જવાબદાર કંપનીમાં 5 થી 10 ટકાના ભાગીદારો છે.
આ મામલે ગઈકાલે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની પકડી પૂછપરછ કરી તપાસ કરી રહ્યા છે. તપાસ બાદ વધુ આરોપીઓ સામે આવશે.આરોપીઓ સામે કડક કાર્યવાહીનો ગુનો દાખલ કરવામા આવ્યો છે. કંપની અને કોર્પોરેશન વચ્ચે કરારના દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે.
બે વર્ષ પહેલા કોઈ NGO એ અરજી કરી હતી, જેમાં પાલિકાનું ધ્યાન દોર્યું હતું. હજી અમે તમામ પાસાઓ પર તપાસ કરી રહ્યા છે. કોઈ રાજકીય દખલગીરી નથી કોઇનું દબાણ નથી. આરોપીને મેડિકલ ટેસ્ટ માટે લઈ ગયા છે, હમણાં થોડી વારમાં બતાવીશું.