અમદાવાદ દેવસ્ય ઇન્ટરનેશલ સ્કૂલ વસ્ત્રાલદ્વારા ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
તા.22 ના રોજ અયોધ્યા મંદિરમાં ભગવાન શ્રી રામની ભવ્ય પ્રાણ-પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે સમગ્ર દેશ આ ઉત્સવમાં સહભાગી બનવા આનંદ સાથે તતપર બન્યો છે આ ધાર્મિક પ્રસંગોને અનુરૂપ શ્રી રામના જીવન ચરિત્રના સંદેશ રૂપે “દેવસ્ય ઈન્ટરનેશનલ સ્કુલ “ દ્વારા શ્રી રામની શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા વસ્ત્રાલ રિંગરોડ વિસ્તારના મુખ્ય રસ્તાઓ અને રિંગ રોડથી વસ્ત્રાલ – મહાદેવનગર રૂટ પરથી નીકળી રામજી મંદિર સુધી યોજવામાં આવી હતી. જેમાં 200 થી વધુ સ્કૂલના બાળકો, ટ્રસ્ટીઓ, આચાર્ય, શિક્ષકો, સહિત જોડાયા હતા. બાળકો દ્વારા ભગવાન શ્રી રામના ચારિત્ર્ય દર્શાવતા પાત્રો અને ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. શીભાયાત્રાના માર્ગ પર આવતી સોસાયટીઓના રહીશો દ્વારા ઠેર ઠેર આ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.