લોકસભા ચૂંટણી 2024 ને લઈ તમામ પક્ષો દ્વારા રણનીતિ ઘડવામાં આવી રહી છે. જેને લઈ પ્રદેશનાં નેતાઓ દ્વારા બેઠકોનો દોર શરૂ કર્યો છે. આવતીકાલે ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે. બેઠકમાં આગામી દિવસોમાં યોજાનારા કાર્યક્રમો અને અને આયોજનો સંદર્ભે બેઠક બોલાવી છે. આ બેઠકમાં તમામ જીલ્લાનાં ધારાસભ્યો, સાંસદો, લોકસભા સીટ ઈન્ચાર્જ, પ્રભારી અને કલસ્ટર ઈન્ચાર્જ પણ હાજર રહેશે. તેમજ જીલ્લા અને મહાનગર પ્રમુખ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.
આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતની મુલાકાતે છે. ત્યારે જે.પી.નડ્ડાના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી ચૂંટણી કાર્યાલય શરૂ કર્યા હતા. પ્રદેશ ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. ઉમેદવાર જાહેર થાય તે પહેલાં ભાજપ ચૂંટણી કાર્યાલય શરૂ કરશે. ગાંધીનગર લોકસભા ચૂંટણી કાર્યાલયનો પણ પ્રારંભ કરાશે. “મોદીની ગેરંટી” સ્લોગન ઉપર ભાજપે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર લોકસભા ચૂંટણી લડાશે.
મળતી માહિતી મુજબ લોકસભા 2024 ની ચૂંટણીને લઈ તમામ પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો જીતવા માટે ભાજપ દ્વારા સીનીયર નેતાઓને જવાબદારી સોંપાઈ છે. આગામી સમયમાં કમલમ ખાતે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ 26 લોકસભા બેઠકો પર 3-3 નાં કલસ્ટર જૂથ પણ બનાવવામાં આવ્યા છે.