ખાખી વર્ધી ને શર્મસાર કરતો કીસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જેમાં નવરંગપુરાવિસ્તારમાં સ્વસ્તિક ચાર રસ્તા નજીક હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ વાઘેલાએ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ સ્થાનિકોએ પોલીસ હેડ કોન્સ્ટેબલને પકડીને ટ્રાફિક પોલીસને સોંપ્યો હતો. સાથે જ તપાસ કરતા તેની ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. હાલ તો હેડ કોન્સ્ટેબલ વિરૂદ્ધ બી ડિવિઝન વિભાગમાં ગુનો નોંધાયો હતો. ટ્રાફિક પોલીસે હેડ કોન્સ્ટેબલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. નશાની હાલતમાં પોલીસ કોન્સ્ટેબલ દાદાગીરી પણ કરતો હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. દારૂની બોટલ સાથે ઝડપાયા બાદ પણ પોલીસકર્મી રોફ જમાવતો હતો. લોકોને તેણે ધમકી આપી હતી કે તમારે જે કરવું હોય તે કરી લો. અનિરૂદ્ધસિંહ વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. બી ડિવિઝન પોલીસે હેડ કોન્સ્ટેબલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.