લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને માટે એક બાદ એક ઝટકારુપ સમાચાર સામે આવી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, મધુસૂદન મિસ્ત્રી સહિતના નેતાઓના પ્રવાસ થયો હતો. કોંગ્રેસની મુલાકાત બાદ હવે અગ્રણી કાર્યકરો અને નેતાઓના રાજીનામા પડવા લાગતા હલચલ મચી ગઈ છે. મેઘરજ પૂર્વ ધારાસભ્ય ના પુત્ર અને પૂર્વ જી.પં સદસ્ય એ આપ્યું રાજીનામુ આપ્યું છે. જતિન પંડ્યા ત્રણ ટર્મ મેઘરજ જી.પં સદસ્ય અને પૂર્વ ધારાસભ્ય ગુણવંત પંડ્યા ના પુત્ર છે. તેમના પત્ની રૂપલ બેન પંડ્યા એ પણ આપ્યું રાજીનામુ આપ્યું છે. રૂપલ બેન પંડ્યા જીલ્લા મહિલા કોંગ્રેસ ના ઉપ પ્રમુખ પડે હતા. પતિ પત્ની બંને 600 કરતા વધુ કાર્યકરો સાથે કેસરિયો ધારણ કરશે. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ માં સી આર પાટીલ ના હસ્તે ભાજપ માં જોડાશે.