ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ધારીનું સફારી પાર્કના નવા વિભાગનું કરાયું લોકાર્પણ. કરવામાં આવ્યું હતું વનમંત્રી મુળુભાઈ બેરા ના વરદહસ્તે આ સફારી પાર્ક નું લોકાર્પણ.કરવામાં આવ્યું હતું પર્યટકોને વધુ ને વધુ સુવિધાઓ પ્રાપ્ત થાય અને પ્રવાસન ક્ષેત્ર વિકસાવવા સરકારનું આગવું આયોજન કરવામાં આવ્યું આ સફારી પાર્કમાં જૂનાગઢ વુલ્ફ બ્રીડીંગ સેન્ટર ખાતેથી વન્યપ્રાણી વરુઓ સફારી પાર્કમાં લવાયા છે અમરેલી જિલ્લામાં એક સમયે વરૂની ખુબ મોટી વસ્તી હતી. પરંતુ હાલમાં આ પ્રજાતી આ વિસ્તારમાં નામશેષ થઈ ગઈ છે. ત્યારે વન તંત્ર દ્વારા વરૂને આ વિસ્તારમાં ફરી વસાવા પ્રયાસ હાથ ધરાયો છે. 6 વરૂને આંબરડી સફારી પાર્કમાં સોફ્ટ રીલીઝ કરાયા છે. આઠેક માસ બાદ તેની ટ્રેનીંગ આપ્યા પછી મુક્ત વાતાવરણમાં છોડી દેવાશે.
આજે આંબરડી સફારી પાર્ક ખાતે રાજ્યના વનમંત્રી મુળુભાઈ બેરા દ્વારા આ વરૂને રીલીઝ કરવામાં આવ્યા હતા. આજે આંબરડી સફારી પાર્ક ખાતે રૂપિયા 21.63 કરોડના ખર્ચે થયેલા વિવિધ વિકાસ કામોના લોકાર્પણ પ્રસંગે તેઓ ઉપસ્થિત રહ્યા હતા. અહીં આંબરડી પાર્કમાં બે ફેઝમાં આ વિકાસ કામો કરવામાં આવ્યા હતા. અહી વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં આ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
હાલમાં ભારતીય વરૂ આ વિસ્તારમાં લુપ્ત થઈ ગયા છે. એક સમયે અમરેલી જિલ્લાના દરેક વિસ્તારમાં જોવા મળતા હતા. હવે તેનું પુન: સ્થાપન કરવાનો પ્રયાસ થશે. જંગલના વસવાટ માટે જરૂરી એવી પ્રવૃતિઓ શિખવાડ્યા બાદ તબક્કાવાર તેમને કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવશે. આ વરૂઓને સક્કરબાગ પ્રાણી સંગ્રાહલયથી વૃલ્ફ બ્રીડીંગ સેન્ટર ખાતેથી અહીં લાવવામાં આવ્યા છે. આ વરૂ 5 થી 10ના ટોળામાં રહેવા ટેવાયેલા છે. સૌ પ્રથમ તેમને નાના- પાંજરામાં અને ત્યાર બાદ મોટા પાંજરામાં રાખી ટ્રેનીંગ અપાશે. જ્યા તેના માટે શિકાર પણ છોડાશે. અને બાદમાં તેને મુક્ત કરી દેવામાં આવશે. આવનારા સમયમાં અમરેલીના રેવન્યુ વિસ્તારમાં ઇન્ડિયન વુલ્ફની પ્રજાતિ ફરી ફૂલશે ફાલશે.