પત્રકાર તુષાર બસિયા સામે આઈ ટી એકટ, આઈ પી સી કલમ 354 અને પોસ્કો એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
સુરતમાં બનેલ એક ધટના પર નવજીવન ન્યુઝના પત્રકાર તુષાર બસિયા સામે એક ફરીયાદ સુરત પોલીસ દ્વારા નોધવામાં આવી છે. જાણે વાત એવી છે કે સુરતના જાહેરમાં રસ્તા પર એક નાની બાળકીની છેડતી થઈ તેના CCTV સામે આવ્યા બાદ સમાચારને ઉજાગર કરવામાં આવ્યા હતા. જે મુદ્દે સુરતના સિંગણપોર પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી ન હતી.
સુરતમાં જાહેરમાં વિદ્યાર્થિનીઓ. યુવતીઓ કે મહિલાઓની છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે. તાજેતરમાં જ શહેરના સિંગણપોર પોલીસ સ્ટેશનથી 200 મીટર દૂર જ 12 દિવસ પહેલાં ધોરણ-4માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની રોડ પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન એક શ્રમિકે તેની સાથે અડપલાં કર્યા હતાં. જે-તે સમયે પોલીસે માત્ર જાણવા જોગ અરજી લીધી હતી. પણ તે શખ્સ સામે કોઈ કાર્યવાહી થઈ નહોતી. આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. જો કે આ મામલો પત્રકાર તુષાર બસિયાના ધ્યાન પર આવતા તેમણે સિંગણપોર પોલીસ સ્ટેશન PI રાઠોડનો સંપર્ક કર્યો હતો. PI રાઠોડે આ મામલે કહ્યું કે ફરિયાદી ફરિયાદ આપવા તૈયાર નથી તેમ કહીંને સમગ્ર પ્રકરણનો વીંટો વાળવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં પત્રકાર તુષાર બસિયાએ વિગતવાર સ્ટોરી કરતા સુરત પોલીસના પેટમાં તેલ રેડાયું હતું. સત્ય ઉજાગર કરવાની સજા આપવા માટે તુષાર બસિયા સામે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે તેવી ચર્ચા મિડીયા જગતમાં થઈ રહી છે. જો કે આ સમગ્ર મામલે અગ્રણી પત્રકાર અને નવજીવન ન્યૂઝના કર્તાહર્તા પ્રશાંત દયાળે છેક સુધી લડી લેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો