અમદાવાદમાં ચાણક્યપુરી બ્રિજના છેડે થોડા સમય અગાઉ રોંગ સાઈડે જતા વાહન ચાલકોને રોકવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. ત્યારે અમદાવાદની પ્રજાને કિલર બમ્પ પણ રોંગ સાઈડ જતા લોકોને રોકી શક્યો ન હતો. જે બાદ ટ્રાફિક પોલીસ દ્વારા બ્રિજના છેડે લગાવાયેલા કિલર બમ્પ હટાવી લેવામાં આવ્યા હતા. ત્યારે રોંગ સાઈડ જતા વાહન ચાલકોના ટાયર પંક્ચર કરનાર બમ્પ 5 મહિનામાં જ ગાયબ થઈ ગયા હતા.
જ્યારે કિલર બમ્ય લગાવવામાં આવ્યા ત્યારે બમ્પ પરથી રોંગ સાઈડમાં જતા વાહન ચાલકોના વીડિયો વાયરલ થયા હતા. ત્યારે ઓગસ્ટ 2023 માં લગાવાયેલા કિલર બમ્પ 5 મહિનામાં જ ગાયબ થઈ જવા પામ્યા હતા. બમ્પ લગાવાયા બાગ ધારદાર સળિયાઓનું સમારકામ પણ કરાયું હતું. પરંતું છેલ્લે ટ્રાફિક પોલીસે આખરે હાર માની કિલ બમ્પ હટાલી લીધા હતા. સમગ્ર દુનિયામાં ટ્રાફિક નિયમન માટેનો સફલ પ્રયોગ અમદાવાદમાં નિષ્ફળ રહ્યો હતો.