શામળાજી ચેક પોસ્ટ પર દવાઓના બોક્ષ ની આડમાં ગુજરાત માં ઘુસાડાતો અંગ્રેજી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. શામળાજી પીએસઆઇ એસ કે દેસાઈ એ પોલીસ ટીમ સાથે અણસોલ ચેકપોસ્ટ પાસે નાકા બંધી કરી વાહનોનું ચેકીંગ હાથ ધર્યું હતું. ત્યારે ચેકીંગ દરમિયાન બાતમી વાળી ટ્રક રાજસ્થાન તરફથી આવતા ટ્રકને અટકાવી તલાસી દરમિયાન ટ્રકમાં રાખેલા દવાઓના બોક્ષમાંથી રૂપિયા 10,77,204/-ની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો છે. પોલીસે 10 લાખ રૂપિયા નુ કન્ટેનર અને દવાઓ સહીત ના અન્ય મુદ્દા માલ સાથે કુલ 63,38,700/- રૂપિયા ના મુદ્દા માલ સાથે એક વ્યક્તિ ને ઝડપી લીધો છે. શામળાજી પીએસઆઇ એસ કે દેસાઈ એ હરિયાણા રાજ્યના એક યુવકને ઝડપી લઇ પ્રોહીબેશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.