મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વિજય બાદથી આ રાજ્યોમાં મુખ્યમંત્રી પદ કોને સોંપાશે તે મુદ્દે ચર્ચા વિચારણાં ચાલી રહી છે. આ સૌની વચ્ચે ભાજપે આ ત્રણેય રાજ્યો માટે નિરીક્ષકોના નામની જાહેરાત કરી દીધી છે. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, વિનોદ તાવડે અને સરોજ પાંડેને રાજસ્થાનના નિરીક્ષક (BJP Observers) બનાવાયા છે. જ્યારે હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર, કે.લક્ષ્મણ, આશા લકડાને મધ્યપ્રદેશની જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યારે છત્તીસગઢ માટે અર્જુન મુંડા, સર્બાનંદ સોનોવાલ અને દુષ્યંત ગૌતમને નિરીક્ષક બનાવાયા છે
આ નિરીક્ષકો ધારાસભ્ય દળ સાથે બેઠક કરશે અને તેમાં તેમનો અભિપ્રાય મેળવશે. ભાજપના ટોચના નેતૃત્વની મંજૂરી બાદ રવિવાર સુધી સીએમના નામની જાહેરાત કરવામાં આવી શકે છે.