ઉના ખાતે એસીબી દ્વારા કરવામાં આવેલ રેડ અને ઉના PI વિરુદ્ધ ગુનો દાખલ કરી જે કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ ગુનો દાખલ થયાના લાંબા સમય બાદ પણ આરોપી PI સહિત ASI હજુ પણ પોલીસ પકડથી દુર છે. ત્યારે ઉનાના પૂર્વ ધારાસભ્ય પુંજા વંશે પત્રકાર પરિષદ યોજી સરકાર અને પોલીસ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.અને આરોપ લગાવાયો કે રાજકીય પીઠબળ વગર ઉનાના PI નિલેશ ગોસ્વામી આટલી હદે ભ્રષ્ટાચાર આચરી ના શકે.ઉનામાં PI નિલેશ ગોસ્વામીને SPની ઈચ્છા વિરુદ્ધ રાજકીય દબાણ લાવી નિમણૂંક કરવામાં આવી હોવાનો ગંભીર આરોપ લગાવી જણાવ્યું હતું કે, જો ACBની ટીમ દરોડો પાડી ચેક પોસ્ટ પરના ભ્રષ્ટાચારને ખૂલ્લો પડી શકે તો જિલ્લાની SOG અને LCB સહીતની બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ શું કરતી હતી.પુંજા વંશે એ પણ જણાવ્યું હતું કે, ઉના પોલીસ તોડકાંડમાં દરેક પોલીસની કોલ ડિટેલ ચેક કરવી જોઈએ અને ઉના PI નિલેશ ગોસ્વામીને કોનું પીઠબળ હતું એ જાહેર કરવું જોઈએ.