રાજ્યની 4 રાજ્યસભાની બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારોની બિનહરીફ જીત થશે. હાલની 4 બેઠકમાંથી 2 કોંગ્રેસ જ્યારે 2 બેઠકો ભાજપ પાસે છે. વર્તમાન ચૂંટણીના સમીકરણો મુજબ 36 વોટ સાથે એક બેઠક પર જીત થાય છે. 4 બેઠકો માટે 144 સભ્યોના બળની જરૂર છે. ભાજપ પાસે 156 બેઠકો છે. રાજ્યસભાની યોજાનાર ચૂંટણીમાં પ્રત્યેક ધારાસભ્યના મતનું મૂલ્ય 100 પોઈન્ટનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ 4 ધારાસભ્યના રાજીનામા બાદ હાલ 175 સભ્યોની સંખ્યા છે. 178 ધારાસભ્યોમાંથી ભાજપ પાસે 156 બેઠકો અને કોંગ્રેસ પાસે 15 બેઠકો છે. વિધાનસભામાં આપ ના 4, સમાજવાદી પાર્ટીના 1 તેમજ અપક્ષના 2 ધારાસભ્યો છે. 182 બેઠકની વાત કરીએતો તેમાંથી કોગ્રેસના 2, આપ અને અપક્ષના 1-1 ધારાસભ્ય રાજીનામું આપી ચૂક્યા છે. વર્તમાન સમીકરણને જોતા તમામ 4 બેઠકો પર જીત સાથે રાજ્યની 10 બેઠકો પર ભાજપનો કબ્જો છે. રાજ્યસભાની 11 માંથી ફક્ત 1 બેઠક કોંગ્રેસ પાસે રહેશે. જેમાં વર્તમાન શક્તિસિંહ ગોહિલ સાંસદસ છે.