ઝારખંડની રાજનીતિમાં હલચલ મચાવતી ઘટના સામે આવી છે ઈડીએ મોડી સાંજે જમીન કૌભાંડમાં ઝારખંડના સીએમ હેમંત સોરેનની રાજધાની રાંચીમાંથી ધરપકડ કરી હતી.
ઝારખંડની રાજનીતિમાં હલચલ મચાવતી ઘટના સામે આવી છે ઈડીએ મોડી સાંજે જમીન કૌભાંડમાં ઝારખંડના સીએમ હેમંત સોરેનની રાજધાની રાંચીમાંથી ધરપકડ કરી હતી. ઈડીએ સીએમ સોરેનની કલાકો સુધી પૂછપરછ કરી હતી જે પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી. હેમંત સોરેન પાર્ટીના સિનિયર નેતાઓ સાથે રાજભવન જઈને રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને રાજીનામું સોંપ્યું હતું. ઈડીએ રાજભવનમાંથી હેમંતને અટકાયતમાં લીધા હતા. ગઈ કાલે ઈડીની બીકે ભાગેલા સીએમ હેમંત સોરેન 40 કલાક બાદ રાજધાની રાંચી પાછા આવ્યાં હતા અને તરત ધારાસભ્ય દળની બેઠક કરી હતી.ત્યારબાદ આ ઘટનાક્ર્મ સામે આવ્યો હતો ધરપકડ બાદ હેમંત સોરેનને સીધા ઇડી ઓફિસ લઇ જવામાં આવ્યા હતા
બંધારણની કલમ 361 હેઠળ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને સિવિલ અને ક્રિમિનલ એમ બન્ને કેસમાં ધરપકડમાંથી છૂટ મળી છે. જોકે પદ પર ન હોય ત્યારે તેમની ધરપકડ થઈ શકે છે. તો બીજી તરફ પીએમ, મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોને સિવિલ કેસોમાંથી છૂટ છે પરંતુ ક્રિમિનલ કેસોમાંથી તેમની પણ ધરપકડ થઈ શકે છે. 1997માં ઘાસચારા કૌભાંડમાં લાલુ યાદવની અને 2014માં તમિલનાડુના સીએમ જયલલિતાની ધરપકડ કરવામાં આવી હતી.