વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ગઇકાલે વંદે ભારત ટ્રેનમાં અમદાવાદથી રાજકોટની મુસાફરી કરી હતી. જ્યારે તેઓ રાત્રે રાજકોટથી અમદાવાદ એસટીમાં મુસાફરી કરીને આવ્યા હતા. પરંતુ હર્ષ સંઘવીની આ મુસાફરી દરમિયાન વંદે ભારત ટ્રેન પર પથ્થમારો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે રાજકોટના બિલેશ્વર સ્ટેશન પાસે આ પથ્થરમારો થયો છે. ગૃહ રાજ્ય મંત્રી વંદે ભારત ટ્રેનના E1 કોચમાં હતા. રાત્રિના 9 વાગ્યા આસપાસ આ ઘટના બની હોવાનું કહેવાય છે. ટ્રેન પર પથ્થર ફેંકીને કાચને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અગાઉ પણ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટનાઓ સામે આવી છે. વિવિધ કારણોસર ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવી ચૂક્યો છે. જૂન મહિનામાં દિલ્હીથી દેહરાદૂન જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મેરઠ-મુઝફ્ફરનગર વચ્ચે નારા જડોદા રેલવે સ્ટેશન પરથી પસાર થતી વખતે ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં ટ્રેનના કાચને નુકસાન પહોંચ્યું હતું. ટ્રેનમાં બેસેલા કેટલાક મુસાફરોએ તેનો વીડિયો બનાવ્યો હતો.
બિલેશ્વર સ્ટેશન પાસે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો હતો. પથ્થર ફેંકી વંદે ભારત ટ્રેનના કાચને નુકસાન પહોંચાડ્યું છે. ત્યારે સમગ્ર મામલે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાત્રિના 9 વાગ્યા આસપાસની આ ઘટના છે. જેમાં પથ્થર ફેંકી વંદે ભારત ટ્રેનના કાચને નુકશાન પહોંચાડવાનો પ્રયાસ થયો છે. સમગ્ર મામલે રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.