મુંબઈના કુખ્યાત મુફ્તી સલામન અઝહરીની ગુજરાત ATS દ્વારા ઘાટકોપરથી અટક કરવામાં આવી છે. જૂનાગઢના એક કાર્યક્રમમાં સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ કરી લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. આ ભાષણના વીડિયો વાઇરલ થતાંની સાથે જ હરકતમાં આવી ગયેલી જૂનાગઢ પોલીસે આયોજકો સહિત સલમાન અઝહરી વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. ગુજરાત ATS અને જૂનાગઢ પોલીસ મુફ્તી સલમાન અઝહરીને આજે અમદાવાદમાં ATSના હેડક્વાર્ટર લાવશે. અહીંથી ટીમ ચેન્જ કરી મુફ્તી સલમાન અઝહરીને જૂનાગઢ લઈ જવામાં આવશે.
ગુજરાત એટીએસ દ્વારા મહારાષ્ટ્ર એટીએસની મદદથી સલામન અઝહરીને ઘાટકોપર ખાતેના તેના નિવાસસ્થાનેથી ઝડપી લઈ સ્થાનિક ચિરાગનગર પોલીસ ચોકી ખાતે લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક પોલીસને જાણ કરીને ગુજરાત પોલીસ અઝહરીને ગુજરાત લાવી રહી છે..કેસની ગંભીરતા જોતાં ગુજરાત ATS પણ હરકતમાં આવી ગઈ હતી. એટીએસની ટીમ મુંબઈ પહોંચી ગઈ હતી અને મહારાષ્ટ્ર એટીએસ તથા સ્થાનિક પોલીસની મદદથી સલમાન અઝહરીના ઘાટકોપર ખાતેના નિવાસસ્થાને પહોંચી તેની અટક કરી લીધી હતી. પોલીસે સ્થાનિક ચિરાગનગર પોલીસ ચોકી ખાતે તેની એન્ટ્રી કરાવી તેને ગુજરાત લાવવા માટેની કવાયત શરૂ કરી છે.